વાપી
ગુજરાતમાં એટીએમ ચોરીના બનાવ વધુ બની રહ્યા છે તેવામાં વાપી અને સેલવાસ શહેરમાં કેટલાક સમયથી એટીએમ ઠગાઇના બનાવમાં પોલીસે વોચ ગોઠવીને એક આરોપીને ઝડપી લીધો હતો. ખાસ કરીને એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા વૃદ્ધો અને ઓપરેટ ન કરી શકનારા ગ્રાહકોને તેઓ શિકાર બનાવતા હતા.વાપી નજીકના છીરી નહેર નજીક આવેલા એસબીઆઇના એટીએમ મશીન નજીક શંકાસ્પદ હાલતમાં એસઓજીની ટીમે આરોપી રામ અભિલાશ પાઠક રહે. પકડાયેલા આરોપીની પુછપરછમાં છેલ્લા એક મહિનામાં આરોપીએ તેમના કુંટુંબિક પિતરાઇ ભાઇ સંતોષ ભૈયારામ પાઠક રહે. વાપીની સાતે વાપીના અલગ અલગ વિસ્તારમાં આવેલા એટીએમ બુથમાં રૂપિયા ઉપાડવા આવતા ગ્રાહકોનો પિન નંબર જાણીને કાર્ડ બદલીને અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી અથવા તો કાર્ડ સ્વૈપ કરીને ખરીદી કરતા હતા. પોલીસે આરોપી પાસેથી ૨ મોબાઇલ અને અન્ય ડોક્યુમેન્ટસ કબજે લીધા છે. પકડાયેલ આરોપી અરવિંદ વોચ ગોઠવતો હતો જ્યારે વોન્ટેડ પિતરાઇ ભાઇ સંતોષ પાઠક એટીએમમાં ગ્રાહકની પાછળ જઇ નાણાં કાઢવાની બહાને ઉભો રહીને ગ્રાહકનો પાસવર્ડ ખુબજ બારીકાઇથી જાેઇ યાદ રાખી લેતો હતો. ત્યારબાદ મદદ કરવાના બહાને નજર ચૂકવીને એટીએમ કાર્ડ બદલી નાંખતો હતો. આ કાર્ડ વોન્ડેટ આરોપી સંતોષ પાઠકને આપીને તેઓ અન્ય એટીએમમાંથી રૂપિયા કાઠતા હતા અથવા કાર્ડ સ્વેપ કરીને ખરીદી કરતા હતાં. પિતરાઇ ભાઇની જાેડી અરવિંદ અને સંતોષ છેલ્લા ૧૦ વર્ષથી વાપીમાં રહે છે. ૧૦ વર્ષમાં આ બંને ભાઇની જાેડીએ અનેક એટીએમમાં ગ્રાહકોને શિકાર બનાવ્યા છે. જે પૈકી અરવિંદ પાઠકને પોલીસે ઝડપી લીધો છે જ્યારે સંતોષ હજી વોન્ટેડ છે. વોન્ટેડ આરોપી સંતોષ પાઠકે વાપી પૂર્વે મધ્યપ્રદેશના રીવા સહિત અન્ય જિલ્લામાં ૧૭થી વધારે એટીએમ ઠગાઇના ગુના કરી ચુક્યો છે જેમાં બે વર્ષ અગાઉ તેની પોલીસે ધરપકડ પણ કરી હતી.
