નવસારી
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઇ રહી છે. પહેલી ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ ગુજરાત રાજ્યમાં સોશિયલ મીડિયામાં પ્રચારનો વ્યાપ વધી રહ્યો છે. નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પૈકી વાંસદા બેઠકમાં સૌથી વધુ રસાકસી જાેવા મળી રહી છે. વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક કબ્જે કરવા માટે ભાજપે કોઈ કસર બાકી રાખી નથી. આ વખતની વિધાનસભામાં સોશિયલ મીડિયાના ગીતોએ પણ ચૂંટણી પ્રચારમાં પ્રાણ પૂર્યા છે. ખાસ કરીને આદિવાસી બેઠકમાં ઉમેદવારોના કસ્ટમાઇઝ ગીતો ધૂમ મચાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના ગામ ઉનાઈમાં એક લગ્ન પ્રસંગમાં ભાજપનો ઉમેદવારના સમર્થન ગીતો વાગતા સોશિયલ મીડિયા પર આ ગીત કૌતુક ઉપજાવી વાયુવેગે વાયરલ થઈ રહ્યું છે. વાંસદાના ભાજપના ઉમેદવારો પિયુષ પટેલના સમર્થનમાં ડીજે પર ગીત વાગતા આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જાનૈયાઓ ગીત પર મસ્તીમાં હાથમાં ભાજપનો ઝંડો લઈને ઝૂમતા વીડિયોમાં જાેઈ શકાય છે. હાલમાં ઉમેદવારો ચૂંટણીનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ડોર ટુ ડોરની સાથે સાથે સોશિયલ મીડિયાનો પ્રચાર વધુ પ્રભાવિ સાબિત થઈ રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય સમર્થનમાં પણ ગીતો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે હવે ભાજપના ઉમેદવાર પિયુષ દેસાઈના નામ સાથેના ગીતો વાંસદામાં ધૂમ મચાવી રહ્યા છે. લગ્ન જેવા વ્યક્તિગત પ્રસંગમાં રાજકીયા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં ગીતો મત મેળવવા કેટલા પ્રભાવી સાબિત થાય છે. તે તો ૮મીએ ચૂંટણીના પરિણામો જ કહેશે, પણ હાલમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગને પણ રાજકીય રંગ લાગતા જાેવા માહોલ ઊભો થયો છે.


