હીરાબેન કાન્તીલાલ રાઠોડ જુનાગઢ ખાતે રહેતા હોય અને *કેટરસમાં નાના મોટા રસોડામાં રસોઈ બનાવવાનું કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હોય તા. ૨૩/૦૬/૨૦૨૨ ના રોજ જૂનાગઢ મધુરમથી ગાંધીચોક જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, અને ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાના કપડા તેમજ દવા અને અન્ય કીમતી સામાનનો થેલો ઓટો રીક્ષામાં ભુલી ગયેલ*, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવારના સભ્યો વ્યથિત થઈ ગયેલ હતા. હીરાબેન દ્રારા આ બાબતની જાણ બી ડિવિઝન પો.સ્ટે.ના પી.આઇ.એન આર.પટેલને કરતા પી.આઇ. એન આર.પટેલ દ્વારા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને આ બાબતની જાણ કરતા નેત્રમ શાખા દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
_જૂનાગઢ રેન્જના *ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
_જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પો.સ્ટે.ના પી.આઇ. એન.આર.પટેલ તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિક્રમભાઈ જીલડીયા પો.કોન્સ. અંજનાબેન ચવાણ, પાયાલબેન વકાતર, ધર્મેન્દ્ર સિંહ બાબરીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હીરાબેન જે સ્થળથી પસાર થયેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા હીરાબેન મધુરમથી ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષા ગાંધીચોક વિસ્તારમાં CCTV CAMERAમાં નજરે પડેલ. CCTV CAMERAમાં હીરાબેન ઓટો રીક્ષામાંથી ઉતરતા સમયે પોતાનો થેલો ઓટો રીક્ષામાં જ ભુલી ગયાનુ ધ્યાને આવેલ. CCTV ફૂટેજ દ્રારા તે ઓટો રીક્ષાનો નંબર GJ-23-W-0502 શોધી કાઢવામાં આવેલ.*_
_તે ઓટો રીક્ષાના નંબરની માહિતી આધારે રીક્ષા ચાલક વિનોદભાઈ ભયડા હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. *રીક્ષા ચાલકને જૂનાગઢ પોલીસ દ્રારા શોધી પૂછપરછ કરતા તેમને પોતાની રીક્ષામાં કોઇ પેસેન્જર સામાન ભુલી ગયાનુ ધ્યાને આવેલ પરંતુ આ સામાન કોનો છે? તે તેમને ખ્યાલ ના હતો. જૂનાગઢ પોલીસ દ્વારા હીરાબેનનો રૂ. ૩,૫૦૦/-ની કિંમતના સામાનનો થેલો સહી સલામત પરત કરેલ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો ખોવાયેલ થેલો સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હીરાબેન દ્રારા જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો…._
_*જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા હીરાબેનનો રૂ. ૩,૫૦૦/-ની કીંમતનો ખોવાય ગયેલ થેલો ગણતરીની કલાકોમાં પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે…._
અહેવાલ – દિપક રાજા – માણાવદર


