Gujarat

વેરાવળના દરીયામાં હોડીઓ મારફત ૩૦૦થી વધુ બાપાની મૂર્તીઓનું આસ્થાભેર ર્વિસજન કરાયું

ગીર સોમનાથ
યાત્રાઘામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦થી વઘુ એકથી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કર્યુ હતુ. બાદ સતત પાંચ દિવસ સુઘી ઘાર્મીક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના સાથે ઉજવણી કરાઈ હતી. પાંચમાં દિવસે અગલે બરસ તુ જલ્દી આના… બાપા મોરીયાના નારા સાથે જુદા જુદા વિસ્તારોમાંથી વિઘ્નહર્તાની સામુહિક વિસર્જન યાત્રા નીકળી હતી. જે ટાવરચોકમાં એકત્ર થઈ સામુહિક સ્વરૂપે ગૌરવપથ ઉપર ફરીને બંદરે પહોંચી હતી. જ્યાં ખારવા સમાજ દ્રારા કરાયેલ વ્યવસ્થા મુજબ મૂર્તીઓનું વારાફરતી દરીયામાં ર્વિસજન કરવામાં આવેલ હતુ. બપોરથી શહેરમાં જુદા જુદા મુખ્ય મંડળો સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક ગ્રુપ સહીત જુદા-જુદા વિસ્તારોમાં સ્થાપન કરેલ અંદાજે ૩૦૦થી વઘુ વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓને જે તે મંડળના યુવાનો પોતા પોતાના વાહનોમાં રાખી ડીજેના તાલે ભક્તિસભર ગીત સંગીતોના તાલે નાચી અબીલ ગુલાલની છોળો ઉડાડતા વિસર્જન યાત્રા નીકળી હતી. આ તમામ ગણપતિજીની મૂર્તીઓ ટાવરચોકમાં ક્રમશઃ એકત્ર થઇ રહેલ ત્યારે હિન્દુ સમાજના આગેવાનો અને ધારાસભ્ય દ્વારા તમામ મંડળો અને મૂર્તિઓને હારતોરા કરી આવકારતા હતા. બાદમાં આ તમામ મૂર્તિઓ સાથે લોકો ગૌરવ પથ થઈ ર્વિસજન અર્થે બંદરે પહોંચ્યા હતા. શહેરની તમામ મૂર્તીઓનું દરીયામાં સુરક્ષીત રીતે વિસર્જન કરવા માટે અગાઉથી જ અખીલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઇ કુહાડાના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્યવસ્થા કરી રાખી હતી. જે અંગે કિશોરભાઇ કુહાડાએ જણાવેલ કે, લોકો આસ્થાભેર વિઘ્નહર્તાની મૂર્તીઓનું દરીયામાં ર્વિસજન કરવા માટે ત્રીસેક જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે તથા બંદરના દરીયાકિનારે દસેક નાની હોડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેના મારફત સામુહિક વિસર્જન યાત્રા મારફત આવેલ અંદાજે ૩૦૦ જેટલી નાની-મોટી મૂર્તીઓને અમારી સ્વયંસેવકોની ટીમ દ્રારા હોડીમાં લઇ જઇ થોડે દુર દરીયામાં આસ્થાભેર ર્વિસજન કરવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી ઉજવણી કર્યા બાદ વિસર્જન અર્થે મૂર્તી સાથે દરીયાકાંઠે પહોંચેલા લોકો ભીની આંખે અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે પ્રાર્થના કરી વિઘ્નર્હતાને વિદાય આપતા જાેવા મળતા હતા. આજની સામુહિક વિસર્જનયાત્રાને લઈ સીટી પીઆઈ ઈશરાણી દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *