Gujarat

વેરાવળમાં સાસરિયાના ત્રાસથી દરિયામાં આપઘાત કરવા પહોંચેલી મહિલાને પોલીસે બચાવી

વેરાવળ
વેરાવળ ચોપાટી ખાતે એક મહિલા દરિયામાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતી જાેવા મળતા ફરજ પરના હોમગાર્ડ જવાન કૈલાશભાઈ સોલંકી, જયેશભાઈ ગઢીયા આ મહિલા પાસે પહોંચ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણામ ન મળતા વેરાવળ સીટી પોલીસને જાણ કરાતા એએસઆઈ મોહનભાઈ, રાજુભાઈ, હિમંતભાઈ, કરશનભાઈ, રોહીતભાઈ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને મહિલાને સમજાવી આપઘાત કરી અટકાવી હતી. બાદમાં આ મહિલાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી જ્યાં આપઘાતનું કારણ પૂછતા પતિ તથા સાસરિયાઓ સાથે ઝઘડો થયો હોય જેમના ટેન્શનમાં આ પગલુ ભરેલ હોવાનું કહ્યું હતું. બાદમાં સાસરિયાઓને બોલાવી વાતચીત કરી સુખદ સમાધાન કરાવ્યું હતું.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *