હિંમતનગર તાલુકાના પાણપુર (સવગઢ) સરકારી પ્રાથમિક શાળામાં હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને લાયઝન અધિકારી સંજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને શાળા કક્ષાએ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે સરકારશ્રીના શાળા પ્રવેશોત્સવ થી ડ્રોપ આઉટ રશિયામાં ઘણો જ ઘટાડો થયો છે બાળકોના શિક્ષણ અને ઘડતર પ્રત્યે જાગરૂકતા અને સભાનતા કેળવવા વાલીઓને અનુરોધ કર્યો હતો તેમજ પાણપુર પ્રાથમિક શાળા નો સમાવેશ સ્કૂલ ઓફ એક્સલન્સ માં કરવામાં આવ્યો છે જેમાં લેબોરેટરીનો અભાવ હોઈ વહેલી તકે શાળામાં લેબોરેટરીની સુવિધા ઉભી કરવા પોતાના સહયોગની ખાતરી આપી હતી .
કાર્યક્રમની શરૂઆતમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત થી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય , સરપંચ શ્રી તેમજ તાલુકા પંચાયત સદસ્ય સહિત મહાનુભાવોના હસ્તે શાળા પ્રવેશ કરનાર બાળકોને સ્કૂલ કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો સાથે સાથે પાણપુર આંગણવાડી અને કિફાયત નગર આંગણવાડી માં દાખલ થનાર નાના ભૂલકાઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવેલ .ગત શૈક્ષણિક વર્ષ દરમ્યાન શાળા કક્ષાએ શૈક્ષણિક તેમજ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કર્યા હતા .આ કાર્યક્રમમાં પાણપુર પ્રાથમિક શાળામાં વર્ષો પહેલા અભ્યાસ કરનાર વડીલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું . શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા , તાલુકા પંચાયત સદસ્ય હાજી ઈસ્માઈલ ભાઈ બાવન, સરપંચ સાજીદ ભાઈ રેવાસિયા ,એસએમસી ના અધ્યક્ષ ઉસ્માનભાઈ, એસ.એમ.સી.ના સભ્યો ,તલાટી બીઆરસી અને લાયસન્સ સંજયભાઈ પટેલ ,સી.આર.સી ભરતભાઈ પરમાર પત્રકાર રજબ ફકીર સહિત ગ્રામજનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહ્યા હતા .
અંતમાં શાળા પરિવાર વતી ભરતભાઈ દેસાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો .પાણપુર પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પ્રજાપતિ અને અને શાળાના શૈક્ષણિક સ્ટાફે કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું.


