મકસુદ કારીગર,કઠલાલ
શિક્ષણ કલામંદિર હાઈસ્કુલ,ધોધાવાડામાં “આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે શાળાના એન એન એસ.યુનિટ દ્વારા “કરુણા અભિયાન” કાર્યક્રમ યોજાયો શાળાના એન એન એસ યુનિટ સ્વયંસેવકોએ ગામના જાહેર રસ્તા પર પડેલી દોરીના ગૂંચડા અને ઝાડ ઉપર ગૂંચાયેલ દોરી દૂર કરી અબોલા પંખીઓની મુશ્કેલી નિવારણ માટે ઉત્કૃષ્ટ ફરજ બજાવી હતી સદર કાર્યમાં એન એન એસ.યુનિટના 50 સ્વયંસેવકોએ સેવા બજાવી હતી. શાળાના આચાર્યશ્રી ડી.પી.પટેલે આ ઉમદા કાર્ય બદલ વી.ડી.પરમાર અને જે આર ડાભી તથા સમસ્ત શાળા પરિવારને અભિનંદન પાઠવી આભાર માન્યો .
Attachments area


