ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
“ગૌસેવા એજ પ્રભુસેવા” ના ઉજ્જવલ નાદ સાથે બનાસકાંઠામાં અનેક ગૌસેવકો કાર્યરત છે.ગૌસેવા કરનાર સુખશાંતિ પામે છે એવો અનેકને સ્વઅનુભવ પણ થયો છે.ડીસા-ભીલડી હાઈવે ઉપર આવેલ સોંડિયા ખાતે હિતેશભાઈ જે.ઠકકર અને દીપકભાઈ તન્ના(જય જલારામ) ના સહકાર અને માર્ગદર્શનથી પ્રખર ગૌસેવક,અદના ગૌપ્રેમી ડીસાના આર.ડી.ઠકકર તેમજ બાબુલાલ સહિતની સમગ્ર ટીમ શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમના નિર્માણ માટે તનતોડ મહેનત કરી રહેલ છે.આ ગૌસેવાના સત્કાર્યમાં સોંડિયાના સૌ ગ્રામજનોનો પણ સહકાર છે.
તાજેતરમાં ડીસાના શુભેચ્છક ગ્રુપની ટીમે આ ગૌશાળાની સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઈ સંપૂર્ણ માહિતી મેળવી અનહદ રાજીપો વ્યક્ત કર્યો હતો.આ શુભ અવસરે સર્વ કનુભાઈ આચાર્ય, મફતલાલ મોદી,ભગવાનભાઈ બંધુ,નાથાલાલ ખત્રી,ચંદુભાઈ એટીડી,રાજાભાઈ કે.ટાંક,મહેશભાઈ ઉદેચા,સુખદેવભાઈ ઠકકર (લાડલીવાળા) સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી સૂચિત સોંડિયા ગૌશાળાનાં દર્શન કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
સોંડિયા જલીયાણ ગૌસેવા આશ્રમ ખૂબ જ ઝડપથી નિર્માણ પામે તે માટે આર.ડી.ઠકકર સહિતની સમગ્ર ટીમની કામગીરીને શુભેચ્છા પાઠવી સૌ અગ્રણીઓએ ખાસ બિરદાવી હતી.


