જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના સહયોગથી શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર તાબા ના ટીબી ની સારવાર લઈ રહેલા ૧૦ જેટલા દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવા માટે નો કાર્યક્રમ ભાટપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો.
શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવા માં આવેલ દર્દીઓ ને સારવાર ચાલે ત્યાં સુધી એટલે કે છ મહિના સુધી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવામાં આવશે તેમ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા એ જણાવ્યું હતું.
દેશમાં થી વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી રોગ નાબૂદી માટે દેશના માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા કરવામાં આવેલ આહવાન ના પગલે દર્દીને નિઃશુલ્ક સારવાર ઉપરાંત પૌષ્ટિક આહાર ની કમી ન રહે અને સારું પૌષ્ટિક આહાર ના કારણે સારવાર ની અસરકારકતા વધે અને નક્કી કરવામાં આવેલ સારવાર લીધા બાદ દર્દી સંપૂર્ણ રીતે રોગમુક્ત થાય તે માટે શરું કરવામાં આવેલ ઝૂંબેશ માં સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેમ જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન ના પ્રમુખ કનુભાઇ લિંબાચીયા, સંસ્થા ના ટ્રસ્ટીઓ ગીરીશભાઈ ગાંધી તથા જનકભાઈ પટેલ ઉપરાંત તાલુકા આરોગ્ય અધિકારી ડો વૈશાલી પરમાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાટપુર ના ડો.નિખાર વાઘેલા, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના વાલસિંહભાઈ રાઠવા, તાલુકા ટીબી સુપરવાઈઝર ઓમપ્રકાશ કામોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં સુપરવાઈઝર અતુલ પટેલ તેમજ ભાટપુર ગ્રામ પંચાયત ના સરપંચ પ્રમોદભાઈ તડવી સહિત લાભાર્થી ટીબી ના દર્દી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


