તોડ કરવા ગરીબ ની રોજીરોટી વેચાવી…
ગરીબ દેવીપુજક નો ટ્રક ભંગાર માં વેચાવી કર્યો ૧ લાખ નો તોડ…
વંથલી પોલીસ દ્વારા દંડ નાં નામે અજ્ઞાન વાહન માલિક પાસે થી વહીવટ કરતા જુનાગઢ પોલીસ અધિક્ષક ને રાવ…
સમગ્ર મામલાની સત્યતા જાણવા ડી.વાય એસ પી ને સોંપાઈ તપાસ.
વંથલી :
સતત વિવાદોના વંટોળ માં રહેતી વંથલી પોલીસ પર વધુ એક ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ પણ એવો કે સામાન્ય લોકો નાં રુવાડા ઉભા થઇ જાય…. વાત છે જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકા નાં ધણફુલીયા ગામના ગરીબ દેવી પૂજક જગદીશભાઈ સોલંકી ની….
વંથલી નાં ધણફુલીયા ગામના ગરીબ દેવીપુજક પરિવાર નાં જગદીશ ભાઈ ને એકલાની કમાણી માથે ૬ લોકો નું પેટીયું રળી ખાય છે. આ જગદીશ ભાઈ એ આજીવિકા માટે વ્યાજે પૈસા લઇ ટ્રક ખરીદ્યો… પણ કહેવત છે ને બારોતીયા નાં બળ્યા ઠાઠડી એ ન ઠરે… ટ્રક તો ખરીદી લીધો પરંતુ વીમો, રોડ ટેક્ષ અને ફિટનેસ સર્ટી માટેના ૨૮ હજાર જેવી રકમ આ ગરીબ માણસ થી ન બની શકી. એટલે જગદીશ ભાઈ એ એના મોટા ભાઈ સાગર ના ટ્રક નાં તમામ કાગળો અને વીમો હતા એટલે તેની નંબર પ્લેટ પોતાનાં ટ્રક માં લગાવી લીધી .. પણ વિધાતા એ એવી તે પરીક્ષા કરી કે આ ટ્રક નું એન્જીન ફેલ થઇ ગયું. ગેરેજ નાં કારીગરે ૩૧ હજાર જેવી મસમોટી રકમ ચૂકવે ક્યાંથી… પૈસા નાં વાંકે આ ગરીબ માણસ પોતાનો ટ્રક ગેરેજે લેવા ન જઈ શક્યો.. તે સમય દરમીયાન વંથલી પોલીસ ને બાતમી મળતા આ બંને ટ્રક ને પકડી લીધા….
તેના ભાઈ સાગર ના ટ્રક ને ૬ હજાર નો દંડ ફટકાર્યો અને જગદીશ ભાઈ ના ટ્રકને કબજે કરી પોલીસ ફરિયાદ ની ધમકી ઓ આપી. આ બંને ભાઈ ને પોલીસ સ્ટેશને લઇ જઈ ” તને અંદર નથી પુરતા, જા સવારે આવી જાજે ” આવું કહી સવારે બોલાવેલ… આને પોલીસ સ્ટેશન બહાર ઉભા રાખી કહેલ કે “પી.એસ.આઈ. મેડમ આ મામલા ને પતાવવા ૩ લાખ માગે છે” આમ ત્રણ લાખ અને ત્યાર બાદ ફરિયાદ ન કરવાના સમાધાન પેટે ૧ લાખ માં સમાધાન ની વાત નક્કી થઇ
સમાધાન ની રકમ જગદીશ ભાઈ પાસે હતી નહિ એટલે વંથલી પી.એસ.આઈ. એ. પી. ડોડીયા ની સુચના થી વંથલી પોલીસ કર્મચારી દેવાભાઈ ભારાઈ, બલવંત સિંહ , પ્રતિકભાઈ સહીત નાં એ ધોરાજી ભંગાર માં જગદીશ ભાઈ નો ટ્રક રૂ. ૨,૨૦,૦૦૦ /- માં વેચાવી નાંખ્યો અને ૧ લાખ રકમ સીધી ભંગાર વાલા સાહિલ ભાઈ પાસેથી લઇ લીધી અને ૨૦ હજાર ખર્ચ બતાવી એક લાખ રૂપિયા ફરિયાદી ને આપી દીધા.
આ બાબત ની ફરિયાદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવીતેજા વાસમશેટ્ટી ને કરાતા પોલીસ અધિક્ષકે તાત્કાલિક તપાસ નાં આદેશ આપી દીધા.
હવે પોલીસ વિરુદ્ધ પોલીસ ખરેખર તપાસ કરી ગુન્હેગારો ને ઝડપશે કે હંમેશા ની જેમ તપાસ નાં ડીંડક કરી ફાઈલો ધૂળ ખાશે એ તો સમય જ બતાવશે.
રીપોર્ટ બાય : હાર્દિક વાણીયા વંથલી


