Gujarat

સમગ્ર ભારતમાં નીટની પરીક્ષામાં ૨૬૩૦મો નંબર મેળવ્યો

મુળ રાજકોટ જિલ્લાના આટકોટના રહેવાસી અને હાલ અમદાવાદ રહી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા જગદીશભાઇ દાફડાના પુત્ર બ્રિજેશએ નીટની પરીક્ષામાં ૭૨૦માંથી ૬૬૦ માર્કસ મેળવ્યા છે. બ્રિજેશ નીટની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમસ્થાન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિની સીટમાં ૫૪ નંબર અને જનરલ કેટેગરીમાં ૨૬૩૦ નંબર મેળવ્યો છે.

        બ્રિજેશના પિતા જગદીશભાઇએ જણાવ્યું હતું કે, હું અમદાવાદની કંપનીમાં પ્રાઇવેટમાં નોકરી કરૂ છું. મારા પુત્રને બાળપણથી જ ડોક્ટર બનવાનું સપનું હતું. તેમણે ધો.૧૦(સીબીએસસી)માં ૯૪.૧૪ ટકા મેળવ્યા હતા. ધો.૧૨માં ૯૨.૦૪ ટકા મેળવ્યા છે અને ગુજકેટમાં ૯૮.૯, જીઇઇમાં ૯૭.૦૭ અને નીટમાં ૯૯.૯૮ પીઆર મેળવ્યા છે.

        નીટની પરીક્ષામાં સમગ્ર ભારતમાં ૨૬૩૦મો નંબર મેળવ્યો છે અને અનુસૂચિત જાતિની સીટમાં ૫૪મો નંબર મેળવ્યો છે. જ્યારે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિની સીટમાં પ્રથમ નંબર મેળવી સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. આ તકે મોટાબાપુ રમેશભાઇ દાફડા સહિતના પરિવારજનોએ અભિનંદન પાઠવ્યા છે. તેમજ અમદાવાદના કોંચીગ ક્લાસીસ દ્વારા બ્રિજેશનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે જગદીશભાઇ મોબાઇલ નંબર ૭૯૮૪૨૪૭૩૯૧ સંપર્ક કરવા જણાવ્યું છે.

Brijesh-NEET.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *