Gujarat

સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં ૩૨મો પૂજ્ય છગનભા વિજયપદ્મ મહોત્સવ યોજાયો

કડી
સર્વ વિદ્યાલય કેમ્પસ કડી દ્વારા પૂજ્ય છગનભાની ૮૨મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ૩૨મોં રમતોત્સવ યોજાયો હતો. સર્વ વિદ્યાલય સંસ્થાના આદ્યસ્થાપક પૂજ્ય છગનભાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે પૂજ્ય છગનભા વિજયપદ્મ મહોત્સવનો રમતોત્સવ કડી કેમ્પસ અને ગાંધીનગર કેમ્પસની તમામ શાળાઓ વચ્ચે આંતરિક રમત-ગમત અને બૌધિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. પૂજ્ય છગનભાની ૮૨મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ૩૨ મો પૂજ્ય છગનભા વિજયપદ્મ મહોત્સવનું આયોજન સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે કરવામાં આવ્યું હતું. ત્રણ પ્રકારની સ્પર્ધાઓ આઉટડોર સ્પર્ધા, ઇન્ડોર સ્પર્ધા અને બૌધિક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં ૧૦૦ મીટર દોડ, લાંબીકુદ, ગોળાફેક, રાયફલ શુટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનીસ, કરાટે, સ્કેટિંગ, ચેસ, કેરમ, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં સર્વ વિદ્યાલય કેમ્પસ કડીની ૧૦, ગાંધીનગર કેમ્પસની ૧૩ અને વડનગર કેમ્પસની ૧ થઈ કુલ ૨૪ શાળાઓના ૬૫૭ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સંસ્થાના મંત્રી ડૉ. રમણ પટેલ, મંત્રી ડૉ. જયંતી પટેલ તથા પ્રિન્સીપાલો દ્વારા વિજેતા બનેલ વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરીને પ્રોત્સાહિત કરાયા હતા.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *