Gujarat

સલામત સવારી એસટી અમારી – જોર લગાકે હૈઇસા, એસટી બંધ પડતા કર્મીઓએ ધક્કો મારી બસ ચાલુ કરી….

ઊના – સરકારના સુત્રને સાર્થક કરતી તસ્વીર ઉના એસ ટી બસ ડેમોમાં કર્મચારીઓ બસને ધક્કા મારતા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઊના થી સોનારીયા રૂટની એસ ટી બસ સવારે ૭.૪૫ વાગ્યે ઉપડવાના સમયે અચાનક બંધ પડી જતાં તંત્રની ઘોરબેદરકારી સામે આવી હતી. ત્યારે ડેપોમાં એસટી કર્મચારીઓ એકત્ર થઇને આ બસને ધક્કો મારવામાં આવેલ બાદમાં બસ શરૂ થઇ જતાં રૂટ પર જતી રહી હતી. જોકે બસને ધક્કા મારતી વખતે ડેપોમાં ઉભેલા મુસાફરો સૈવ કોઇ જોઇને હાસ્ય અનુભવી રહ્યા હતા. પરંતુ જો આ બસ રૂટ પર અધવચ્ચે બંધ પડી જાય તો મુસાફરો રઝડી પડતા હોય  ત્યારે ડેપોના વર્કશોપમાં ખખડધજ બસોને સલામત રીતે રીપેરીંગ કરી બાદમાં રૂટ ઉપર મુકવામાં આવે તેવી મુસાફરોની માંગણી ઉઠવા પામેલ હતી.

સલામત-સવારી-એસટી-અમારી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *