રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ઠાસરા તાલુકાના સાંઢેલી પે-સેન્ટર શાળા ખાતે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવવામાં આવ્યો હતો જેમાં સાંઢેલી, નનાદાર અને સલૂણ જેવા ગામોમાંથી 70 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. મહિલા સશક્તિકરણને પોંખવાના આ અવસરે ઠાસરા નારી અદાલત તરફથી ગીતાબેન, ઠાસરા મહિલા મોરચાના પ્રમુખ શિલ્પાબેન તથા આશાદીપના મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયને ઉપસ્થિત રહીને મહિલા સશક્તિકરણને સ્પર્શતા મુદ્દાઓ રજૂ કર્યા હતા. મહિલાઓના આ વિશિષ્ટ દિને ઉપસ્થિત તમામ ધર્મી બહેનોને રમત પણ રમાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતિમ ચરણમાં સહુ બહેનોને એક એક ભેંટ આપીને મહિલા તરીકે તેમણે અદા કરેલી જુદી જુદી ફરજોને સન્માનિત કરાઈ હતી. કાર્યક્રમને સફળતા બક્ષવામાં આશાદીપના મહિલા કાર્યકરો રેખાબેન, સંગીતાબેન, સૂર્યબેન તથા મધુબહેને ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યો હતા


