Gujarat

સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ કલાકારો માટે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ યોજાયો

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્રારા દિવ્યાંગ બાળકોને સંગીત,નૃત્ય,નાટ્ય તેમજ લોકકલા અને રાજ્યના પરંપરાગત અમૂલ્ય વારસા અંગે પ્રોત્સાહિત કરવા માટે “ઉમંગ ઉત્સવ” યોજના અન્વયે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ-૨૦૨૧ની સ્પર્ધાઓ સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને તા.૦૮/૦૧/૨૦૨૨ના રોજ અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્ર,જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં સાહિત્ય વિભાગમાં વકતૃત્વ,નિબંધ,કાવ્ય લેખન, દોહા-છંદ-ચોપાઈ,લોકવાર્તા, સંગીત વિભાગમાં સમૂહ ગીત, નાટ્ય વિભાગમાં એકાંકી નાટક જેવી સ્પર્ધાઓમાં કુલ ૭૪ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મેયરશ્રી બીનાબેન કોઠારી,સંસ્થાના ટ્રસ્ટીશ્રી ચંદુભાઈ શાહ,જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ પરમાર,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જીલ્લા કોચ શ્રી પ્રિતિબેન શુક્લ તેમજ તજજ્ઞશ્રીઓ,વાલીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક,સેનીટાઈઝર તેમજ સોશિયલડીસટન્સ પાલન કરવામાં આવેલ હતું.

IMG-20220108-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *