Gujarat

સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક વચ્ચે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારતા મોમાઈ ગરબી મંડળનાં બહેનો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરના મહેમાન બન્યાં હતા ત્યારે રોડ-શો માં તેમને આવકારવા માટે જામનગરની બહેનો રાસ ગરબાના સંગે આ ભવ્યાતિભવ્ય રોડ-શોમાં આવી હતી. 

છેલ્લા ૨૦ વર્ષથી ચાલતી પટેલ કોલોની વિસ્તારની મોમાઈ ગરબી મંડળની ૧૩થી ૧૫ વર્ષની બાળાઓએ પ્રાચીન ટિપ્પણી ગરબા-રાસ રજુ કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકાર્યા હતા. ત્યારે આ ખાસ પ્રસંગે મોમાઈ ગરબી મંડળીના સંચાલિકાશ્રી દર્શાંગીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી આજે જ્યારે જામનગરમાં પધાર્યા છે ત્યારે અમારી બાળાઓ ગુજરાતના પ્રાચીન ટિપ્પણી ગરબા-રાસ રજૂ કરીને તેમનું ભાવભર્યું સ્વાગત કરીને ખુબ જ આનંદની લાગણી અનુભવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *