ગણેશ ચતુર્થી નિમિતે
મારૂતિ યજ્ઞ તથા ગણપતિદાદાનું પૂજન – અર્ચન – આરતી કરવામાં આવી…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે તા.31-08-2022ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી ( અથાણાવાળા ) ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે ૭ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ , ગણેશ ચતુર્થી અંતર્ગત સવારે ૮:૩૦ કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રી – પૂજા પાઠ – કરી પ.પૂ.નારાયણમુની સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવેલા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ જેનો હજારો ભક્તોએ Salangpur Hanumanji – Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


