લમ્પી વાયરસને ડામવા માટે શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી તરફથી ૨૦,૦૦૦ રસીના ડોઝનું યોગદાન મળ્યું છે.
આ સાથે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ પશુઓના આરોગ્ય માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. ઉપરાંત તેમણે લમ્પી રોગચાળામાંથી પશુઓને ઉગારવા માટે અન્ય દાતાઓને આગળ આવવા માટે અનુરોધ કર્યો છે.
આ ઉપરાંત જિલ્લામાં વધુ રસીના ડોઝ મળે તે માટે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે.
