Gujarat

સાવરકુંડલાના લુવારા ગામ નજીકમાં આવેલ સૂરજવડી જળાશય ૭૦ ટકા ભરાતા સાવરકુંડલાના દોલતી અને ઘાંડલા ગામને સતર્ક રહેવા સૂચના

જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે સૂરજવડી નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર  કરવા સિંચાઈ પેટા વિભાગસાવરકુંડલા દ્વારા સૂચના જારી

ભરત ગંગદેવ.

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ નજીકમાં સૂરજવડી નદી પર આવેલા સૂરજવડી સિંચાઈ યોજનામાં પાણીની આવક થતાં મંગળવારે બપોરે ૧૧.૩૦ વાગ્યાની  સ્થિતિએ સુરજવડી જળાશય ૭૦ ટકા ભરાઈ ગયો છે. સાવરકુંડલાના દોલતી અને ઘાંડલા ગામને અસર થવાની સંભાવના હોય આ સ્થિતિએ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સૂરજવડી જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે સૂરજવડી નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા સિંચાઈ પેટા વિભાગ, સાવરકુંડલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં ૧૧૦ ક્યુસેક પાણીની આવક થઈ હોવાથી સૂરજવડી સિંચાઈ યોજના જળાશય ડીઝાઈન સ્ટોરેજના ૭૦ ટકા ભરાઈ ગયો છે. આજરોજ તા.૧૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે આ અંગે સતર્કતા અંગે સૂચના જારી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *