સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ તારિખ ૨૩ જૂન ૨૦૨૨ શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન શ્રી બ્રાંચ શાળા નંબર ૨ કન્યાશાળા મણીભાઈ ચોક વોર્ડ નંબર ૧ વિસ્તારમાં ખૂબ ધામધૂમથી ઉજવવા આવેલો જેમા મુખ્ય અતિથિ તરીકે ઉપસચિવ શ્રી વન પ્રકૃતિ વિભાગ બી. કે ચૌધરી સર, લાઈજન મયુરભાઈ દેસાઈ, શહેર યુવા ભાજપ પ્રમુખ મયુરભાઈ ખાચર સર, સીડીપીઓ રંજનબહેન, આચાર્ય શ્રીભારતીબહેન, કાઉન્સિલર નજમાંબેન જાંખરા, અબ્દુલભાઈ, ,આઇ,ડી અજય ભાઈ, SMC અધ્યક્ષ વિશાલભાઈ, ઇમરાનભાઈ, સમીરભાઈ, તમામ વાલીગણ, SMC સભ્યો, તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને શાળા ના ધોરણ ૧ ના બાળકો નો પ્રવેશ કરાવ્યો હતો, શાળાની વિવિધ પ્રકારની કામગીરી જ્ઞાન કુંજ,પ્રયોગશાળા, લાઈબ્રેરી, પ્રજ્ઞા વર્ગ મુલાકાત લઈ અને શાળાના શિક્ષકો અને આચાર્યને બિરદાવ્યા હતાં પુષ્કળવરસાદ આવ્યો હતો છતાં પણ દરેક બાળકો વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે માટે અતિથિ વિશેષ એ વખાણ કર્યા હતા, અને વાલી અને SMC સભ્યો ની મિટિંગ બોલાવી અને શાળા ના લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો અંગે વાત કરવામાં આવી હતી, અને શાળા soe 200 દિવસમાં આવતી હોય તે ના રીનોવેશન પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ધોરણ ૧ની શૈક્ષણિક કીટ, તેમજ વર્ષ દરમીયાન તમામ કાર્યક્રમમાં નંબર લાવનાર દિકરી ને ઈનામ આપવામાં આવ્યા તેનાં દાતા શ્રી ગીતાબેન બી. રાઠોડ આચાર્ય શ્રી ભારતીબેનના માતૃશ્રી રહ્યાં હતાં, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક શ્રી દિવ્યાબેન, હંસાબેન,રેખાબેન,હર્ષાબેન, અરુણાબેન, મૈત્રીબેન, સંદીપભાઈ, શરીલાબેન્ન, રમેશભાઈ, હસુભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્ર્મ નું એંકરિંગ ધોરણ ૮ ની બાળાઓ એ કરેલ હતુ.
