Gujarat

સાવરકુંડલા તાલુકાનાં નવાગામ (જાબુંડા) ગામમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે ઇસમોને કુલ કિં.રૂ.૭૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી

સાવરકુંડલા, તાલુકાના નવાગામ(જાબુંડ) ગામે, મોદા રોડ ઉપર આવેલ મંદિરની સામે ઘુસાભાઇ કાનાભાઇ વાણીયા, ઉ.વ.પર, રહે.નવાગામ(જાબુંડા), તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળાએ નવાગામ(જાબુંડા) ગામની પાણીની મોટરનો કેબલ વાયર ૧૮૦૦ ફુટ કિં.રૂ.કિં.રૂ.૭૦,૦૦૦/- નો રાખેલ હતો, ગઇ તા.૨૭/૦૪/૨૦૨૨ થી તા.ર૮/૦૪/૨૦૨૨ દરમ્યાન કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ઘુસાભાઇએ ફરીયાદ આપતાં, અજાણ્યા આરોપી વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.રને ૧૧૧૯૩૦૫૩૨૨૦૩૦૪/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલ હતો.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને મળેલ બાતમી હકિકત આધારે ગઇ કાલ તા.૧૮/૦૫/૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ પાસે, વિજપડી રોડ ઉપરથી બે ઇસમોને મારૂતિ ફ્રન્ટી કાર સાથે ઉપરોકત ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે. પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં માં સોંપી આપેલ છે.
* પકડાયેલ આરોપીઓની વિગતઃ
(૧) પ્રવિણ બાઘાભાઇ પરમાર, ઉ.વ.૩૦, રહે.ગોરડકા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી. (ર) ચીમન પાંચાભાઇ વાઘેલા, ઉ.વ.૩૧, રહે.વિજપડી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલઃ
કેબલ વાયર ૧૫૦૦ ફુટ કિં.રૂ.પર,૫૦૦/- તથા મારૂતિ ફ્રન્ટી કાર રજી. નં. જી.જે.૦૪.ડી.ર૯૨૮ કિં.રૂ.૨૦,૦૦૦/ મળી મળી કુલ કિં.રૂ.૭૨,૫૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપી પ્રવિણ બાઘાભાઇ પરમારનો ગુનાહિત ઇતિહાસની વિગતઃ
પકડાયેલ આરોપી પ્રવિણ બાઘાભાઇ પરમાર અમરેલી જિલ્લાનો લીસ્ટેડ હીસ્ટ્રીશીટર છે તેમના વિરૂધ્ધ અમરેલી જિલ્લા ઉપરાંત રાજકોટ શહેર, ભાવનગર, જુનાગઢ જિલ્લાઓમાં નીચે મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. (૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૦૮/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ.
(ર) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં. ૧૮/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા પશુ પ્રત્યે કરતા પ્રતિબંધ
અધિનિયમની કલમ ૫, ૬, ૮ મુજબ.
(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સે.ગુ.ર.નં.૪૮/૨૦૧૪, ઇ.પી.કો. કલમ ૨૭૯ તથા પશુ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧(ડી), ૧૧(એફ) તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાનો અધિનિયમની કમલ ૧૧(ઇ)(એલ) મુજબ. (૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૪૮/૨૦૧૪ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૮૬, ૪૨૭,
૧૨૦બી તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૫) થોરાલા પો.સ્ટે. (રાજકોટ શહેર) પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૭૮/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ. (૬) નીલમબાગ પો.સ્ટે. (જિ.ભાવનગર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૦૧૫૨૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૭) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૦૧૬૨૯/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૮) ભેસાણ પો.સ્ટે. (જિ.જુનાગઢ) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૭૨૦૦૪૪૨/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૯) પ્રદ્યુમનનગર (રાજકોટ શહેર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૪૪૨૦૧૫૭૫/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૧૦) મહુવા પો.સ્ટે. (જિ.ભાવનગર) પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૩૫૨૦૧૭૨૮/૨૦૨૦, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબ.
(૧૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૧૦૨૯૬/૨૦૨૧ પ્રોહી. કલમ ૬૫(એ)(એ) મુજબ.
(૧૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૧૦૩૯૨/૨૦૨૧ પ્રોહી. કલમ ૬૬(૧)(બી) મુજબ. → પકડાયેલ આરોપી ચીમન પાંચાભાઇ વાઘેલાનો ગુનાહિત ઇતિહાસની વિગતઃ
પકડાયેલ આરોપી ચીમન પાંચાભાઇ વાઘેલા વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ રજીસ્ટર થયેલ છે.
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૮૫/૨૦૧૮, પ્રોહી. કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબ. (ર) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૯/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ.
(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૫૮૭/૨૦૨૦, પશુ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમની કલમ ૧૧(૧)ડી તથા ઇ.પી.કો.કલમ ૧૧૪ મુજબ. (૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૧૦૩૧૫/૨૦૨૧ પ્રોહી. કલમ ૬૬(૧)બી મુજબ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા, પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે….
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220519-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *