સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મકરસંક્રાતિના પાવન પર્વ નિમિત્તે આજે ખડકાળા ગામ સમસ્ત તરફથી ગાયોને ઘાસ તથા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શાળાના શિક્ષકો તરફથી શાળાના વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પતંગ, ચીકી, મમરાના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષક મિત્રોની આ પહેલને ખડકાળા વિકાસ ગૃપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આમ પર્વની મહત્તા અને આપણી ભારતીય સંસ્કૃતિનાં દર્શન નાનાં એવા ગામમાં જોવા મળેલ.