સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે તારીખ ૨૮ મી ડિસેમ્બરના રોજ નેસડી પ્રાથમિક શાળામાં AIF દ્વારા દીપશાલા પ્રોજેક્ટ અંતર્ગત ધૈરણ ૭ ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નેસડી ગામના સરપંચશ્રી કરશનભાઈ વઘાસિયા તથા પૂર્વ સરપંચ હિંમતભાઈ ગેવરિયા, smcના અધ્યક્ષશ્રી નરેશભાઈ કાછડીયા,તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.AIF કો-ઓર્ડીનેટર શ્રી વિનોદભાઈ તથા અરમાનભાઈએ AIF સંસ્થા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શાળા પરિવાર દીપશાલા પ્રોજેક્ટના દાત્તા શ્રી ભરતભાઇ દેસાઈ તથા સમગ્ર AIF પરિવારનો આભાર માનેલ.


