Gujarat

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને નારીસશક્તિકરણનાં પ્રખર હિમાયતી સ્વ. મુક્તાબેન કાળુભાઇ વિરાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડાના વિદ્યાર્થીઓ તથા સમગ્ર કર્મચારીગણ દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રી સ્વ. મુક્તાબેન કાળુભાઇ વિરાણીની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ શાળાના વિદ્યાર્થીઓ તથા તમામ કર્મચારીઓ દ્વારા ભાવપૂર્વક શ્રધાંજલી પાઠવવામાં આવી હતી. આમ પણ સ્વ. મુક્તાબેન કાળુભાઇ વિરાણીની રાજકીય કારકિર્દી પણ કાબિલેતારીફ રહી હતી. સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તરીકે ઘણી યશસ્વી કામગીરીઓ કરી હતી. નારીસશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું તેઓશ્રી સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી હતા અને જીવનના દરેક ક્ષેત્રોમાં નારીજગતે નિર્ણાયક ભૂમિકા ભજવવી જોઈએ તેવું તેમનું સ્પષ્ટ માનવું હતું.સાંપ્રત યુગ સાથે તાલ મિલાવી જીવન વ્યતીત કરવું અને કન્યા કેળવણીના પણ તેઓ પ્રખર આગ્રહી હતા. ખૈર  સમયના વહેણ તો વહેતા જ રહે છે પણ તેમણે કરેલા લોકકલ્યાણના કાર્યો સદૈવ જીવંત રહે છે.

Screenshot_20220709-202422_Facebook.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *