Gujarat

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ધજડી ગામેથી જાહેર જગ્યામાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિં.રૂ.૫,૭૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ

શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા દારૂ-જુગારની બંદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય તથા શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી, અમરેલી તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ,સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર, ધારી સર્કલ નાઓએ રેન્જ ડિસ્ટ્રીક્ટડિવીઝન સર્કલ માં ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના આપેલ હોય.
જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.વિસ્તારમા તા.૧૬/૦૮/૨૦૨૨ ના રોજ પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ નાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ ધજડી ગામે સાકરપરા રોડ ઉપર આવેલ પ્લોટ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમા જુગાર રમતા કુલ ચાર ઇસમોને રોકડ રકમ અને જુગારના સાહીત્ય સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે ભાગ બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૪૯૧ ૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે
*પકડાયેલ આરોપીઓ*
(૧) નાગરાજભાઇ પ્રતાપભાઇ ખુમાણ ઉ.વ.૨૭ ધંધો.ખેતી રહે.ધજડી પ્લોટ વિસ્તાર તા.સાવરકુંડલા જી.અમરેલી (૨) અલ્પેશભાઇ ધનજીભાઇ ધડુક ઉ.વ.૩૪ ધંધો.હીરાકામ રહે.ધજડી,ધાર પાછળ તા.સાવરકુંડલા જી.અમરેલી (૩) સુખાભાઇ રામજીભાઇ મોલાડીયા ઉ.વ.૨૮ ધંધો.ખેતમજુરી રહે.મિતીયાળા હાલ રહે,ધજડી તા.સાવરકુંડલા જી.અમરેલી (૪) વિજયભાઇ રાવતભાઇ વાળા ઉ.વ.૨૮ ધંધો.ખેતી રહે.ધજડી, તા.સાવરકુંડલા જી.અમરેલી
*પકડાયેલ મુદામાલ*
રોકડ રૂ.૫,૭૫૦/-તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-મળી કુલ કિં.રૂ. ૫,૭૫૦/-નો મુદામાલ
આ કામગીરી વાય.પી.ગોહિલ પો.સબ.ઇન્સની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમના ASI મનસુખભાઇ કાનજીભાઇ તથા HC યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા PC,જયપાલસિંહ લખુભા,પ્રભાતસિંહ માનસિંહ, વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220817-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *