સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પાડરશીંગા ખોડિયાર મંદિર પાછળ ફાટક પાસે આવેલ શ્રી રાધાકૃષ્ણ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા રખડતી ભટકતી ગાયમાતાની સારસંભાળ કરવામાં આવેલ. આ ઉપરાંત આ ટ્રસ્ટ નિરાધાર, વૃધ્ધ અનાથોની માનવસેવાનું પવિત્ર કાર્ય કરે છે. આ સંદર્ભે સાવરકુંડલા મહુવા રોડ બાયપાસ રોડ પાસે સાત બળદો રખડતા ભટકતાં બિમાર અશક્ત બળદની જાણ આ સંસ્થાને થતાં ગૌશાળાના સેવકગણ જાતે સ્થળ પર દોડી બળદોને ગૌશાળાએ લાવી સારવાર આપી ગૌસેવાનું ઉત્મ કાર્ય કરતાં જોવા મળે છે. આમ જીવદયા અને માનવસેવાનાં આ ભેખધારીઓ કશી પ્રસિદ્ધિની અપેક્ષા રાખ્યા વગર જીવદયાનું કાર્ય કરતાં જોવા મળેલ છે.


