Gujarat

સાવરકુંડલા શહેરમા ઈન્ડેન ગેસ એજન્સી દ્વારા સર્વર બંધ થવાને કારણે કે નેટવર્ક સમસ્યાને કારણે ગેસ ધારકોને ગેસ રિફિલ બોટલની સમયસર હોમ ડિલીવરી મળવામાં થતો વિલંબ. આ હાઈટેક ડીઝીટલ યુગમાં તંત્ર પાસે પૂરતો ટેકનીકલ સપોર્ટ વ્યવસ્થાતંત્ર હોવું પણ ખૂબ જરૂરી છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા ઈન્ડેન ગેસ એજન્સી દ્વારા સર્વર બંધ થવાને કારણે કે નેટવર્ક સમસ્યાને કારણે ગેસ ધારકોને ગેસ રિફિલ માટે નોંધાવેલ ગેસના બાટલાની હોમ ડિલીવરી મળવામાં ભારે વિલંબ થઈ રહેલ જોવા મળે છે. જ્યારે હાઈટેક ડીઝીટલ યુગની મોટી મોટી વાતો વચ્ચે જીવનજરૂરિયાત માટે અતિ અવશ્યક ઘરેલું ગેસ રિફિલના બાટલાની હોમ ડિલીવરીમાં ભારે વિલંબ થતો જોવા મળે છે. આ સંદર્ભે ટેકનીકલ સપોર્ટ માટે પણ તંત્ર પાસે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ એવું આમજનતા ઈચ્છે છે. ખાસકરીને વરિષ્ઠ નાગરિકો કે બિમાર વ્યક્તિના ઘરે સમયસર ગેસ બાટલાની ડિલિવરી મળે તે ખૂબ ઈચ્છનીય છે. લોકો જોખમ ખેડીને ગેસના ગોડાઉન પરથી ડિલિવરી મેળવવા માટે મજબૂર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *