Gujarat

સાવરકુંડલા શહેરમા દિનપ્રતિદિન ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધતો જોવા મળે છે.કદાચ આ જ નવલગંગાની અનોખી તાસીર છે. અહીં ઔદાર્યની પણ એક અનોખી પહેચાન છે. મૃત્યુ બાદ પણ સમાજ માટે કામ આવે તે પણ એક અનોખી સમાજ સેવા છે ને ભાઈ.. *અબ કિયા તુમ્હેં ભી અર્પણ.. સેવાનું છે આ સાચું સમર્પણ.*  આમ પણ આત્મા અમર છે અને મૃત્યુ બાદ પણ  માનવશરીર માનવને કામ આવે એટલે મૃત્યુ પણ મહોત્સવ જ ગણાય ને… 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં હવે દિનપ્રતિદિન ઓર્ગન ડોનેશનનો વ્યાપ વધતો જોવા મળે છે. આજરોજ સાવરકુંડલાના સેવાભાવી યુવાન હિતેષ સરૈયાએ તેમના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા શહેરના રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહૂલભાઈ વ્યાસ તથા ડો. વડેરા સાહેબની ઉપસ્થિતિમાં  પોતાના ઓર્ગન ડોનેશનનું ફોર્મ ભરેલ હતું આમ પોતાની જન્મદિવસને અનોખી રીતે યાદગાર બનાવેલ.

IMG-20220618-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *