Gujarat

સાવરકુંડલા શહેરમા રઘુવંશી જ્ઞાાતિના લોકો માટે શ્રી લોહાણા મહાજન પ્રેરિત શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ આયોજિત બારમો રઘુવંશી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ મહુવા રોડ સ્થિત લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે થશે. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આવતીકાલથી નવલાં નોરતાનો પ્રારંભ થશે અહીં સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે શ્રી લોહાણા મહાજન સાવરકુંડલા પ્રેરિત શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ આયોજિત બારમા રઘુવંશી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે. રઘુવંશી જ્ઞાાતિના લોકો માટે નવલાં નોરતામાં ગરબા રમવા અને શક્તિ સ્વરૂપ મા ભગવતીની આરાધના અર્થે તારીખ ૨૬-૯-૨૦૨૨ થી તારીખ ૪-૧૦-૨૦૨૨ સુધી રાત્રે ૯ કલાકે ગરબા મહોત્સવ યોજવામાં આવી રહેલ છે .આ નવલાં નોરતાનો મંગલ પ્રારંભ તેમજ દીપ પ્રાગટય પ. પૂ. ઉષામૈયા (શિવદરબાર આશ્રમ કાનાતળાવ) પ. પૂ. જ્યોતિર્મયી મા (સનાતન આશ્રમ બાઢડા) પ. પૂ. ભક્તિરામ બાપુ (માનવમંદિર સાવરકુંડલા) પ. પૂ. શ્રી રમુદાદા (શ્રી જલારામ મંદિર સાવરકુંડલા) શ્રી જગદીશભાઈ માધવાણી (લોહાણા મહાજન પ્રમુખ) મેનેજીંગ ટ્રસ્ટી શ્રી તથા ટ્રસ્ટના તમામ સભ્યોના વરદહસ્તે તારીખ ૨૬ મી સપ્ટેમ્બર સોમવારે રાત્રિના ૧૦ કલાકે થશે. આમ તો વીરદાદાજસરાજ સેના છેલ્લા ઘણા વર્ષોથી રઘુવંશી જ્ઞાાતિના સંતાનો  માટે નવલાં નવરાત્રિનું આયોજન કરે છે. અને દર વર્ષે આ જ લોહાણા વિદ્યાર્થી ભવનનાં પ્રાંગણમાં માના સાનિધ્યમાં રંગબેરંગી વસ્ત્રો ધારણ કરી અને ખેલૈયાઓ ગરબે ઘૂમતાં જોવા મળે છે. આ વર્ષે પણ શ્રી વીરદાદાજસરાજ સેના ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સહયોગી સંસ્થાઓ શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટ, શ્રી લોહાણા સેવા સમાજ, શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન, શ્રી એ. જે. સૂચક કન્યા છાત્રાલય, શ્રી જલારામ સત્સંગ મંડળ, શ્રી જલારામ અન્નક્ષેત્ર, શ્રી રઘુવંશી કો.ઓ.સો.લી. ,શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ, શ્રી વીરબાઈમા ટિફિન સેવા ટ્રસ્ટ, શ્રી રઘુવીર સેના, શ્રી રઘુવીર યુવા સેના, શ્રી લોહરાણા સેવા સંગઠન, શ્રી જલારામ યુવક મંડળ સમેત તમામ સંસ્થાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *