સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
——————————————————————–
સાવરકુંડલા શહેર મહુવા રોડ માર્કેટ યાર્ડ પાસે આવેલ ફાટક પર ઓવરબ્રીજ અથવા અન્ડર ગ્રાઉન્ડ બ્રીજ ઝંખે છે. આમ તો મહુવા રોડ પર આવેલા આ ફાટકની સામે પાર લગભગ દસ હજાર કરતાં વધુ લોકો વસવાટ કરે છે અને આ વિસ્તારમાં જ શહેરનું સૌથી અગત્યનું કૃષિ પેદશની લે વેચ માટેનું માર્કેટીંગ યાર્ડ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેત પેદાશ જણસ વેચાણ અર્થે આવે. આ ઉપરાંત અનેક કૃષિ પેદશની જણસના ખરીદાર છુટક તથા જથ્થાબંધ કવોન્ટીટીમાં ખરીદનાર વેપારીઓ અને આમ જનતા પણ આવે છે આ ઉપરાંત આ વિસ્તારમાં સૌરાષ્ટ્રની શ્રેષ્ઠતમ પૈકીની સંપૂર્ણ નિશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ પણ આવેલી છે જ્યાં અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા જોવા મળે છે. આ અનેક દર્દીઓ પૈકી ઘણા ગંભીર દર્દોથી પિડાતાં દર્દીઓ પણ આ ફાટકની પેલે પારથી આ પાર જવા માટે રવાના થતાં જોવા મળે છે. ઘણી વખત ગર્ભવતી મહિલાઓ પ્રસુતિ સમયે ક્રિટિકલ સમયમાં પણ સારવાર અર્થે આવતી હોય છે ત્યારે ઘણી વખત આ ફાટક બંધ હોય ત્યારે ખૂબ પીડા અને મુશ્કેલી ભોગવતાં દર્દીઓ બીજું તો શું કહી શકે પણ મનોમન એક આર્તનાદ તો અવશ્ય ઊઠતો હોય કે અહીં ઓવર બ્રિજ અથવા અંડર બ્રીજ હોય તો આ જિંદગીને જોખમમાં ન મૂકવી પડે.. અને યુધ્ધના ધોરણે સારવાર અર્થે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરે પહોંચી શકે. હા, અહીં કન્યા કેળવણી માટે એક કન્યા વિદ્યાલય ધોરણ ૯ થી બાર સુધીનું શિક્ષણ આપતી સંસ્થા પણ છે અને કન્યાઓને પણ ઘણી વખત ફાટક બંધ હોવાથી શાળાએથી ઘરે પહોંચવામાં વિલંબ થાય છે. વળી આ ફાટક દિવસમાં ત્રીસથી વધુ વખત અહીંથી માલગાડી અને પેસેન્જર ટ્રેન પસાર થવાથી બંધ રહે છે.હા સીક્સ બિલિયન ડોલર ઈકોનોમિક ગ્રોથ માટે માલનું ઝડપી પરિવહન પણ જરૂરી છે પરંતુ માનવ જીવન પણ એટલું જ જરૂરી છે. બાયપાસનું તો ભગવાન જણે જે થાય તે પરંતુ આ વિસ્તારમાં રેલવે ફાટક પર ઓવર બ્રિજ બનાવવા માટે વારંવાર લોકમાંગ ઉઠવા પામી છે હા, અનેક આશ્વાસનો બાદ પણ હજુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આજે લુણીધાર ઢસા રેલવે ટ્રેક બ્રોડગેજ થતાં ટ્રેનનો શુભારંભ થયો પરંતુ સાવરકુંડલા શહેરીજનોની એ વેદના તો એની એ રહી.. બસ હવે જો સાવરકુંડલા શહેરના આ રેલવે ફાટક પર ઓવરબ્રીજ અથવા અંડરબ્રીજ થાય તેવું સમગ્ર શહેર તથા તાલુકાની જનતા ઈચ્છી રહી છે. આ સંદર્ભે યુધ્ધના ધોરણે માનનીય સાંસદ અંગત રસ લઇને ઓવરબ્રીજ કે અંડરબ્રીજ કેન્દ્ર સરકારમાં રેલવે વિભાગમાં માંગ મૂકી મંજૂર કરાવે એવી પ્રાર્થના.
Attachments area


