Gujarat

સાસરિયાઓઓએ આ યુવતીનો એક જ વર્ષમાં ઘર સંસારમાં આવી તેને અપશુકનિયાળ ગણાવી આવો ચોંકાવનારો ખુલાસામાં કોઈ સાસરીયાવાળા આવું કઈ કહી જાય પરિણીતાને, ખરેખર કઈ જ કહી ના શકાય

અમદાવાદ
શહેરમાં રહેતી એક યુવતીનો એક જ વર્ષમાં ઘર સંસાર ભંગાણને આરે આવી ગયો છે. જ્યારે યુવતીના લગ્ન હતા ત્યારે જાન લઈને સાસરિયાઓ આવ્યા હતા. અચાનક જ સાસુની તબિયત બગડી અને પેરાલીસીસ એટેક આવ્યો હતો. ત્યાં લગ્નના બીજા જ અઠવાડિયે સસરાને અકસ્માત થતા ફ્રેક્ચર થતા સાસરિયાઓઓએ દોષ આ યુવતી પર નાખી તેને અપશુકનિયાળ ગણાવી હતી. આટલું જ નહીં પાંચ લાખ હોસ્પિટલનો ખર્ચ લાવવા દબાણ કરી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ કરતા કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના મણિનગર માં રહેતી ૨૮ વર્ષીય યુવતીના લગ્ન સુરત ખાતે રહેતા યુવક સાથે વર્ષ ૨૦૨૧માં થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. યુવતીના લગ્ન વખતે જ્યારે સામેવાળા જાન લઈને અમદાવાદ આવ્યા ત્યારે યુવતીની સાસુની અચાનક તબિયત લથડી હતી. તેઓને પેરાલીસીસ એટેક આવ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં એકતરફ તેઓને દાખલ કરાયા ત્યાં બીજીબાજુ અન્ય પરિવારજનોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા.

Threatened-to-burn-alive.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *