Gujarat

સુજલામ સુફલામ જળ યોજના અંર્તગત જિલ્‍લા કલેકટરની અધ્‍યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

મકસુદ કારીગર,કઠલાલ
જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીના અધ્‍યક્ષસ્‍થાને આજે જિલ્‍લા કલેકટર કચેરી ખાતે સુઝલામ સુફલામ જળ સંયચ યોજના અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરે જિલ્‍લાના અધિકારીઓ સાથે તળાવો ઉંડા કરવા, હયાત તળાવોનુ મરામત – સાફ સફાઇ તથા નવા તળાવો બનાવવા જેવા કામોની સમીક્ષા કરી હતી, અને બાકી રહેલ કામો ઝડપથી  પૂર્ણ કરવા સૂચના આપી હતી. ઉપરાંત કલેકટરે સુજલામ સુફલામ તળાવોના કામો અંગે સરકારશ્રીના નિયમો અનુસાર કામ કરવા ઉપસ્‍થિત અધિકારી ઓને જણાવ્‍યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, ડીઆરડીએના ડાયરેકટર જિલ્‍લાના પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા ખેતીવાડી ખાતાના તથા સુઝલામ સુફલામ જળ યોજનાના અધિકારીઓ હાજર રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *