સુરત
સુરતના સચિન વિસ્તારમાં નોકર દ્વારા જ દુકાનમાં જ હાથફેરો કર્યો હતો.સચિન જીઆઇડીસી ખાતે આવેલ સોમનાથ નગરની બે દુકાનોમાં ચોરી થઈ હતી. મોર્યા મોબાઈલ અને મોર્યા ટ્રેડિંગ નામની દુકાનમાં ચોરી કરી હતી. નોકરે ૧.૬૦ લાખની કિંમતના મોબાઈલ અને ૩૦ હજારની કિંમતની જીન્સ પેન્ટની ચોરી કરી હતી. દુકાનના માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દુકાનમાં જ કામ કરતો દિપક ચૌધરી લાખોના મોબાઈલ અને જીન્સ પેન્ટ ચોરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરતના સચિન વિસ્તારમાં નોકર દ્વારા જ ચોરી કરવામાં આવી હતી. જીઆઈસી ખાતે આવેલી મોબાઈલ અને ટ્રેડિંગની દુકાનમાં નોકરે ચોરી કરી હતી. મોબાઈલ અને જીન્સના પેન્ટ સહિતની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જતાં માલિકે પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.


