Gujarat

સુરતમાં કોલેજિયનોએ માસ્ક વિના ફરનારાઓને માસ્ક આપ્યા

સુરત
ડીઆરબી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક ખૂબ જ મહત્વના હોવાથી વિદ્યાર્થીઓએ માસ્ક વગરના દેખાતા લોકોને માસ્ક વિતરણ કર્યાં હતાં. કોલેજના પ્રોફેસર દ્વારા ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓની ટીમ બનાવીને અઠવા ગેટ અને અણુવ્રત દ્વાર સહિતના વિસ્તારોમાં જનજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. જે વાહનચાલકો અને રાહદારીઓ માસ્ક વગરના દેખાયા હતા તેમને વિના મૂલ્ય માસ્ક વિતરિત કર્યાં હતાં. તેમજ જે વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યું હોય અને માસ્ક પહેર્યુ હોય તેમને ગુલાબનું ફૂલ આપીને તેમની સજાગતાને આવકારી હતી. હવે ફરીથી આપણે સતર્ક થવાની જરૂર છે. છેલ્લા બે-ત્રણ દિવસથી અમે કોલેજ કેમ્પસમાં અને કોલેજમાં આવતાં તમામ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવાનું સૂચન આપ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પણ તેને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યું હતું. અમારી કોલેજમાં તમામ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણની ર્જીંઁને ફોલો અપ કરી રહ્યા છે. અમારા વિદ્યાર્થીઓ પોતે જાગૃત થયા બાદ હવે અમે અલગ અલગ ટીમો બનાવીને લોકોમાં પણ આ અવેરનેસ લાવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે. હાલ ખૂબ જ ગંભીર થઈ જવાની જરૂર છે અને ફરી એક વખત માસ્કને ફરજિયાત મોઢા ઉપર રાખવું જરૂરી જણાય રહ્યું છે. નહીં તો સ્થિતિ વધુ વણસી શકે તેવી પૂર્ણ શક્યતાઓ નિષ્ણાત ડોક્ટરો વ્યક્ત કરી રહ્યા છે. તેથી અમે અમારા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારના કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું છે.સુરતમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે ફરી એકવાર કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વધુ ચિંતાજનક થઈ રહી છે. કોરોના સંક્રમણના કેસોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધી રહી છે. કોરોના સંક્રમણના રોજના કેસોમાં થયેલા નોધનીય વધારાને કારણે હવે ફરી એક વખત લોકોએ કોરોના ગાઈડ લાઈનની વધુ સખ્તાઈપૂર્વક પાલન કરવાની ફરજ પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. જેથી કોલેજના વિદ્યાર્થીઓએ માસ્ક વગર બેદરકારી દાખવનારને માસ્ક આપ્યા જ્યારે હેલમેટ સહિત માસ્ક પહેરનારને ગુલાબના ફૂલ આપીને બરિદાવવામાં આવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *