Gujarat

સોનાના મિની ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સને પ્રારંભના દિવસે બહોળો પ્રતિસાદ પ્રાપ્ત

સોનું અને સોનું-મિની ઓપ્શન્સમાં કુલ રૂ.556 કરોડનાં 1,062 કિલોનાં કામકાજઃ સોનાના વાયદાના ભાવમાં રૂ.528 અને ચાંદીમાં રૂ.1,575નો કડાકોઃ ક્રૂડ તેલ રૂ.288 અને કોટન રૂ.490 તૂટ્યાઃ મેન્થા તેલ રબરમાં પણ નરમાઈનો માહોલઃ બુલડેક્સ વાયદામાં 190 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,00,680 સોદાઓમાં કુલ રૂ.16,767.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 190 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 25 એપ્રિલ (આજથી) નવા શરૂ થયેલા સોનાના મિની ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સને સહભાગીઓનો બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. આ લખાઈ રહ્યું છે ત્યારે લગભગ પોણા સાત વાગ્યે સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46.02 કરોડની કીમતનાં 872 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 284 લોટ્સના સ્તરે નોંધાયો હતો, આ જોતાં એમ લાગે છે કે ટ્રેડરોએ સોનાના મિની ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સને કામકાજના પ્રથમ દિવસે સારું વોલ્યુમ કરીને વધાવી લીધો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 38540 સોદાઓમાં રૂ.4,247.92 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું અને સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.556.28 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.264.65 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,101.29 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.323.86 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 137.51 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.701 ખૂલી, ઊપરમાં રૂ.815.50 અને નીચામાં રૂ.680 રહી, અંતે રૂ.216.50 ઘટી રૂ.698 થયો હતો. જ્યારે ચાંદી-મિની જૂન રૂ.69,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,300 ખૂલી, ઊપરમાં રૂ.1,500 અને નીચામાં રૂ.1,275.50 રહી, અંતે રૂ.199.50 ઘટી રૂ.1,297.50 થયો હતો. સોનું મે રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.411.50 ખૂલી, ઊપરમાં રૂ.445 અને નીચામાં રૂ.340.50 રહી, અંતે રૂ.132.50 ઘટી રૂ.354 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું-મિની મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.963.50 અને નીચામાં રૂ.120 રહી, અંતે રૂ.300 વધી રૂ.919.50 થયો હતો. જ્યારે ચાંદી-મિની જૂન રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,395 ખૂલી, ઊપરમાં રૂ.1,596 અને નીચામાં રૂ.1,330.50 રહી, અંતે રૂ.403.50 વધી રૂ.1,451 થયો હતો. સોનું મે રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.285 ખૂલી, ઊપરમાં રૂ.418 અને નીચામાં રૂ.279 રહી, અંતે રૂ.153 વધી રૂ.400.50 થયો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,01,071 સોદાઓમાં કુલ રૂ.5,989.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,033ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,115 અને નીચામાં રૂ.51,685 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.528 ઘટી રૂ.51,733ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.118 ઘટી રૂ.41,359 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.27 ઘટી રૂ.5,142ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,125ના ભાવે ખૂલી, રૂ.484 ઘટી રૂ.51,766ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,040 અને નીચામાં રૂ.64,851 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1575 ઘટી રૂ.64,971 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 1463 ઘટી રૂ.65,257 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,512 ઘટી રૂ.65,205 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 43,704 સોદાઓમાં કુલ રૂ.3,648.22 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,722ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,722 અને નીચામાં રૂ.7,445 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.288 ઘટી રૂ.7,536 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.13.80 ઘટી રૂ.496.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,642 સોદાઓમાં રૂ.233.11 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.44,120ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,190 અને નીચામાં રૂ.43,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.490 ઘટી રૂ.43,900ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,301ના ભાવે ખૂલી, રૂ.516 ઘટી રૂ.16367 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.80 ઘટી રૂ.1054.20 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 17,963 સોદાઓમાં રૂ.2,682.71 કરોડનાં 5,168.379 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 83,108 સોદાઓમાં કુલ રૂ.3,306.70 કરોડનાં 501.086 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 21,801 સોદાઓમાં રૂ.1,861.50 કરોડનાં 24,68,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,903 સોદાઓમાં રૂ.1,787 કરોડનાં 35676250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,143 સોદાઓમાં રૂ.211.69 કરોડનાં 48275 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 492 સોદાઓમાં રૂ.21.29 કરોડનાં 196.56 ટન, રબરના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.13 કરોડનાં 8 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,840.376 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 549.893 ટન, ક્રૂડ તેલમાં 454900 બેરલ અને નેચરલ ગેસમાં 8485000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 120325 ગાંસડી, મેન્થા તેલમાં 518.4 ટન, રબરમાં 42 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1073 સોદાઓમાં રૂ.85.30 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,072 સોદાઓમાં રૂ.85.19 કરોડનાં 1,138 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 સોદાઓમાં રૂ.0.11 કરોડનાં 1 લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 846 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 1 લોટના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ મે વાયદો 8,748ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,748 અને નીચામાં 8,748ના સ્તરને સ્પર્શી, કોઈ ફેરફાર વગર 8,748ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,080ના સ્તરે ખૂલી, 190 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 208 પોઈન્ટ ઘટી 14,907ના સ્તરે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *