મગફળી,સોયાબીન અને કપાસ સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન……
તા.૧૫-૭-૨૦૨૨
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને જૂનાગઢ જિલ્લામાં પણ સાવત્રિક વરસાદને કારણે ઓઝત 2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે.ડેમના દરવાજા ખોલતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.ઓઝત,ઉબેણ અને ખારા ડેમના દરવાજા ખોલતા વંથલી તાલુકા નું નાવડા ગામ બેટ માં ફેરવાયું છે.હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળતા ખેતીના પાકને પારાવાર નુકશાની થઈ છે. મગફળી કપાસ અને સોયાબીન સહિતના પાકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.ભારે વરસાદને કારણે અને પાણીનો પ્રવાહ વધવાને કારણે નાવડા ગામના ખેડૂતો માલધારીઓ અને ગ્રામજનોની હાલત કફોડી બની છે. નુકશાની ને કારણે અને પાક બગડી જવાને કારણે ગામ લોકો સરકાર દ્વારા સર્વે કરાવી નુકશાની ના વળતર પેટે સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે.
અહેવાલ હાર્દિક વાણીયા વંથલી

