હું કવાંટ તાલુકાના હાંફેશ્વર ગામનો વતની છું. મારૂં ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે. અમારા વિસ્તારના ખેડૂતો પાસે ખૂબ ઓછી ખેતીલાયક જમીન છે. મને વન અધિકારી અધિનિયમ અંતગર્ત જંગલ જમીનનો અધિકાર આપવામાં આવ્યો છે જેમાં ખેતી કરીશ જેથી મને રોજગારી માટે બહાર જવું પડશે નહીં એમ વન અધિકાર અધિનિયમના લાભાર્થી ગુલસિંગભાઇ ભીલે જણાવ્યું હતું.
વિશિષ્ઠ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા છોટાઉદેપુર જિલ્લાનો કવાંટ તાલુકો ડુંગરોથી ઘેરાયેલો તાલુકો છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે અહીંના લોકો પાસે મર્યાદિત ખેતીલાયક જમીન છે.
સરકાર દ્વારા જંગલ વિસ્તારમાં વસતા આદિવાસી સમાજના લોકો તેમના ઘર આંગણે રહી ખેતી કરીને જીવન ગુજરાન ચલાવી શકે એ માટે વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત વર્ષોથી જંગલની જમીન ખેડતા લોકોને જંગલ જમીનના અધિકાર આપવામાં આવે છે.
વન અધિકાર અધિનિયમ અંતર્ગત હાંફેશ્વર ગામના ગુલસિંગભાઇ ભીલને પણ જંગલ જમીનનો અધિકાર આપવામાં આવ્યો છે. જેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વન અધિકાર અધિનિયમ અંતર્ગત મને મળેલા જંગલ જમીન ખેડવાના અધિકારથી હું ખેતી કરી મારૂં જીવન ગુજરાન ચલાવીશ. પહેલા અમારે રોજગારી માટે બહાર જવું પડતું હતું. પરંતુ જંગલ જમીનનો અધિકારી મળવાથી હું ખેતી કરીશ. મારે હવે રોગારી માટે બહાર જવું નહીં પડે એમ તેમણે જણાવ્યું હતું.
સરકાર દ્વારા છેવાડાના માનવીનું પણ જીવનધોરણ ઉંચું આવે એ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી રાજયમાં સર્વાંગી વિકાસ શકય બન્યો છે. આજે અદનો માનવી પણ સરકારની વિકાસશીલ નીતિને કારણે વિકાસની વણથંભી યાત્રામાં સહભાગી થઇ પોતાનું તેમજ પરિવારનું જીવનધોરણ ઉંચું લાવવામાં સફળ થયો છે. વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે તો સાગરખેડૂ યોજનાએ કાંઠા વિસ્તારના લોકોના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું છે.
રાજય સરકાર દ્વારા આપવામાં આવેલા જંગલ જમીનના અધિકારથી પ્રભાવિત થઇ ગુલસિંગભાઇ ભીલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ગળગળા સાદે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


