Gujarat

હવે સાવરકુંડલા માનવમંદિર એક સેવાધામની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે. ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી અહીં સેવકગણો સ્વેચ્છાએ સ્યંમ આવી સેવા કાર્યો કરે છે. આ માનવમંદિર ખાતે મનોરોગી બહેનોની  ઘરનાં પોતિકાપણાનાં ભાવથી અહીં સારસંભાળ રાખવામાં આવે છે. દિવાનગી પણ ઈશ્ર્વરનું એક અનોખું સ્વરૂપ છે. અને માનવ પ્રેમ એ સૌથી મોટું આભૂષણ છે..એવું ભક્તિરામ બાપુનું સ્પષ્ટ માનવું છે

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
હવે માનવ મંદિર સાવરકુંડલાના ખાતે માનવમંદિરનાં સેવકગણોમાં સેવા એ જ શિરસ્તો થતો જાય છે. રોજબરોજ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી સાવરકુંડલા માનવમંદિર ખાતે આવેલા સેવકગણોની તાદાદ દિનપ્રતિદિન વધતી જાય છે. ગઈકાલે તારીખ ૧૫ ના રોજ કાલાવડ (શીતલા) ના સ્યંમ સેવકોએ અહીં માનવમંદિર ખાતે સેવાદાન અર્પણ કર્યું.
જેમાં લાખાભાઈ વેકરીયા, (કાલાવડ), ધીરુભાઈ પાનસુરીયા, (સણોસરા) વલ્લભભાઈ સોજીત્રા, (પીપર) જસમતભાઈ ગોંડલીયા, (દડવી) તથા પોપટભાઈ પાનસુરીયા (સણોસરા).. વગેરે સ્યંમસેવકોએ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા માનવસેવાનાં કાર્યોથી માનવમંદિર એ ખરેખર સેવા ધામ છે એ પ્રદિપાદિત થયું.. આવેલ તમામ સ્યંમસેવકોને માનવમંદિરનાં પૂ. ભક્તિરામબાપુએ આશિર્વાદ પાઠવ્યાં હતાં અને આવી રીતે સમાજકલ્યાણ ક્ષેત્રે સેવા રત રહે તેવાં રૂડાં આશિષ સાથે સૌને હ્રદયનાં ઊંડાણથી આવકાર્યા હતાં

IMG-20220215-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *