ભરૂચ
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે આવતાં છાત્રો પાસે સફાઇ કાર્ય કરાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. ૫૦૦ વધુ બાળકો અભ્યાસ કરે છે તેવી જીતાલીની શાળામાં સફાઇ કામદાર હોવા છતાં બાળકો પાસે સફાઇ કરાવવામાં આવી રહી છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોતાના સંતાનો શિક્ષણ મેળવી ઉચ્ચ કારર્કિદી બનાવી શકે તે માટે વાલીઓ તેમના સંતાનોને શાળામાં મોકલે છે. પણ અંકલેશ્વરના જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ હાથમાં પેનના બદલે ઝાડુ પકડીને સફાઇ કરી રહ્યાં છે ત્યારે આ દ્રશ્યો જાેઇ વાલીઓ પણ ચોંકી ઉઠ્યાં હશે. શાળામાં ભણતર માટે આવતાં વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો, વરસાદી પાણીનો નિકાલ કરાવવો સહિતની કામગીરી કરાવવી એ શિક્ષકોને શોભા આપતું નથી. વિદ્યાર્થીઓ માન અને સન્માન સાથે શાળામાં શિક્ષણ મેળવી શકે તે જાેવાની ફરજ આચાર્યની સાથે શિક્ષકોની પણ છે. જીતાલીની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવામાં આવતી હોવાનો વીડિયો મળ્યો છે. વીડિયોની ખરાઇ કરાવી યોગ્ય તપાસ કરવામાં આવશે. જાે કોઇની બેજવાબદારી હશે તો તેની સામે પગલાં પણ ભરીશું. બાળકો શાળામાં મોડા આવ્યાં હતાં એટલે શિક્ષાના ભાગરૂપે તેમની પાસે સફાઇ કરાવી છે. જ્યારે જીતાલીની શાળાના વિદ્યાર્થીઓને પુછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ રોજ સફાઇ કાર્ય કરે છે અને તેના માટે વારા પણ બાંધવામાં આવ્યાં છે. પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવે છે, પણ આજેય કેટલીય શાળાઓ માત્ર એક શિક્ષકના સહારે ચાલતી હોવાની વાત પણ વાસ્તવિકતા છે. કેટલીય શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરની જેમ કામ લેવામાં આવતું હોવાના પણ કિસ્સા સામે આવી ચુક્યાં છે.રાજ્યમાં તાજેતરમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે પણ અંકલેશ્વરમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અંકલેશ્વરના જીતાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ કરાવવામાં આવતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ અંગે શાળાના આચાર્યએ કહ્યું કે, વિદ્યાર્થીઓ મોડા આવ્યાં હોવાથી શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સફાઇ કરાવવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થીઓએ આચાર્યની પોલ ખોલતાં જણાવ્યું હતું કે, સફાઇ કામ માટે અમારા વારા બાંધવામાં આવ્યાં છે.


