અંકલેશ્વર આમલાખાડી પુનઃ કેમિકલ અને ફીણ યુક્ત પાણી ચાદર છવાઈ ગઈ હતી. આમલાખાડી ઓવર બ્રિજ નીચે આડબંધ ઓવર ફ્લો થઇ દુષિત પાણી વહેતું થયું હતું. પ્રદુષિત પાણી ભંગાર માર્કેટ તેમજ કોઈ ઉધોગો નું વહેતું થયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાંથી પસાર થતી આમલાખાડી દેશની અતિ પ્રદુષિત નદીનું બિરુદ યથાવત રાખતી હોય એમ છાશવારે કેમિકલ યુક્ત પાણી વહેતુ થતું હોય છે. ચોમાસા દરમિયાન અંકલેશ્વરમાં વારંવાર આમલાખાડી દૂષિત બની હતી. જે હવે ચોમાસા પૂર્ણતાને આરે પણ યથાવત જોવા મળી રહ્યું છે.
આમલાખાડી ઓવર બ્રિજ નીચે આવેલી ખાડીના આડબંધ પર થી કેમિકલ યુક્ત ફીણ સાથે દુષિત પાણી પીરામણ ગામ તરફ વહેતું જોવા મળ્યું હતું. જે પ્રદુષિત પાણી કાપોદ્રા ગામ નજીક આવેલ ભંગાર માર્કેટ તરફ થી આવી રહ્યું છે. ત્યારે કોઈ ઉદ્યોગ ગૃહ દ્વારા તેમજ ભંગાર માર્કેટ તરફ થી આવતા દૂષિત પાણી ને લઇ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
તાજેતર માં વિધાનસભા સત્ર માં પણ હવા અને જળ પ્રદૂષણ નો મુદ્દો ગાજ્યો હતો જેમાં અંકલેશ્વરમાં જળ પ્રદૂષણ ઉપરાંત હવા પ્રદૂષણ ની ગુણવતા કથળી હોવાની સાથે પ્રદુષણ ની માત્રા વધી હોવાનું તંત્ર એ સ્વીકાર્યું હતું.
અંકલેશ્વરની આમલાખાડીને જોઈને દિલ્હીમાં વહેતી યમુના નદીની લોકોને યાદ આવી ગઈ હતી . બેજવાબદાર ઉધોગો સામે જી.પી.સી.બી કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.


