Gujarat

અંકલેશ્વરમાં બીજા નોરતે ખેલૈયાની રમઝટ જમાવી યુવતીઓનો ઉમળકો પારંપરિક પહેરવેશમાં છલકાયો

અંકલેશ્વર શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કાળના બે વર્ષ બાદ નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. ત્યારે પાર્ટી પ્લોટ હોય કે પછી સોસાયટીના શેરી ગરબા, ગરબાના ખેલૈયાઓ નાના-મોટા મન મૂકીને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. અવનવા રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે જૂમી રહ્યા છે. અંકલેશ્વરમાં બીજા નોરતે ખેલૈયાઓએ સ્ફૂર્તિ સાથે ગરબે ઘૂમી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગરબારસિકો નવાં વસ્ત્રો સજીને ગરબા રમતા નજરે પડે છે.
નવરાત્રિની રંગેચંગે ઉજવણી થઈ રહી છે. ત્યારે અંકલેશ્વર શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પણ ગરબાની ધૂમ મચી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ માણી રહ્યા છે. તો બીજી તરફ બે વર્ષ બાદ તહેવારની ઉજવણી માટે મળેલી તકને ઝડપીને ખેલૈયા ગરબા રમી રહ્યા છે. જ્યારે અંકલેશ્વરના આવેલી પ્રખ્યાત ગાર્ડન સિટીમાં ગાયિકા કૈરવી બૂચના કંઠે ગવાતા ગરબે નાના-મોટા ખેલૈયાઓએ અલગ અલગ સ્ટાઈલમાં રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ગરબાની રમઝટ બોલાવી હતી.

IMG-20220928-WA0198.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *