Gujarat

અંકલેશ્વર જીઆઈડીસીમાંથી ચોરી થયેલા પાઈપો સાથે ૧૦ આરોપીઓ ઝડપાયા

અંકલેશ્વર
અંકલેશ્વર જીઆઇડીસીના પ્લોટ નંબર ૫૯૦૧/૨માં મુન્ના ડેનીમ.પ્રા.લિમિટેડ કંપની આવેલી છે.આ કંપનીમાંથી અગાઉના દિવસોમાં પ્લાન્ટમાં મુકેલી એસએસની અલગ-અલગ સાઈઝના પાઇપો નંગ ૪૫થી ૫૦ જેનું વજન આશરે ૭૦૦થી ૮૦૦ કિલો કિંમત રૂ.૮૦ હજારની તસ્કરોએ આવીને ચોરી ગયા હતાં. આ અંગે કંપનીએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ નોંધીને ચોરીમાં સંડોવાયેલા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમ્યાન પોલીસને મળેલી માહીતીના આધારે પોલીસે ચોરીમાં સંડોવાયેલા ૧૦ આરોપીઓને ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ કબ્જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે મુન્ના ડેનીમ પ્રા.લિમિટેડ કંપનીમાં અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ૧૦ આરોપીની અટકાયત કરીને ચોરી થયેલી એસએસની રૂ.૮૦ હજારની પાઇપોની સાથે ૯૦ હજારનો મુદ્દામાલ રીકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *