Gujarat

અંબાજી પોલીસે પકડાયેલ રેલ્વે પોલીસ જવાન અંગે મોડે સુધી હકીકત જાહેર કરી ન હતી

અંબાજી

અંબાજીથી સાત કિ.મી. દૂર આવેલ ગુજરાત અને રાજસ્થાન રાજ્યને જાેડતી ચેકપોસ્ટ પર મંગળવારની સાંજે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન આબુરોડથી અંબાજી તરફ પ્રવેશતી કાર નં. જીજે-૦૧-કેવી-૦૪૮૫ ના ચાલકનું શંકાસ્પદ વર્તન જાેતા કારની ઊંડી તપાસ હાથ ધરી હતી. જ્યાં કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઝડપાયેલ કાર સહિત ચાલકને અંબાજી પોલીસ મથકે લાવી સઘન તપાસ કરતા વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ ૨૬૨ નંગ રૂ.૩,૪૬,૮૦૦ તેમજ બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.૮,૫૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. એ સાથેજ કાર ચાલકની પૂછપરછ કરતા બાબુસિંહ રામસિંહ યાદવ (ઉં.વ.૪૪, રેલવે પોલીસ કાલુપુર-અમદાવાદ,રહે.વલ્લભપાર્ક, ચાંદખેડા -અમદાવાદનો હોવાનું બહાર આવ્યું હતું. અંબાજી પોલીસે રેલવે પોલીસ કર્મી સહીત મદદગાર એવા આબુરોડ દારૂના ઠેકાનો માણસ દિનેશભાઈ યાદવ (રહે.આબુરોડ) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. અંબાજી ધામમાં પંદરથી પણ વધુ દારૂનો વેપાર કરતા ફેરિયાઓ સક્રિય હોવા સાથે તમામનું મોબાઈલ નેટ વર્કિંગ દ્વારા હોમડિલિવરી થતી હોવાનું ચર્ચાસ્પ્દ બન્યું છે. સામાન્ય વ્યક્તિ જ્યારે પોલીસના હાથે ઝડપાઇ જાય ત્યારે પ્રસિદ્ધિની ભૂખી પોલીસ તરત જ પ્રેસનોટ જારી કરે છે. જ્યારે આ ઘટનામાં રેલવે પોલીસ જવાનની પકડાયેલી દારૂની ગાડીના મેસેજ વાયરલ થઈ જતા જ અંબાજીનું પ્રેસ સર્કલ પોલીસ મથકે પહોંચી ગયું હતું. તેમ છતાં મોડે સુધી કોઈજ હકીકત આપી ન હતી.અંબાજી નજીક રાજસ્થાન સરહદે આવેલ સરહદ છાપરી ચેકપોસ્ટ પર પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન એક કારનું ચેકીંગ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અંબાજી પોલીસે અમદાવાદ રેલવે પોલીસ કર્મીની અટકાયત કરી કુલ રૂ. ૮,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Ahmedabad-Railway-Police-arrested-a-man-with-alcohol.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *