નડિયાદ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ પોતે કડિયા કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે અઢી માસ ઉપર આ આધેડ ઉપર દક્ષાબેન નામનો અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો અને એ બાદ બંને વચ્ચે મીઠી મીઠી વાતો થતા મિત્રતા કેળવાય હતી. વાતવાતમાં દક્ષાબેન નામની મહિલાએ આ આધેડના નગ્ન ફોટા ફોન મારફતે મંગાવ્યા હતા અને ૨૮ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે દક્ષાબેને ફોન કરી નડિયાદ મળવા આધેડને બોલાવ્યા હતા. બંને નડિયાદ રેલવે સ્ટેશન સામે મળ્યા હતા અને એ બાદ બન્નૈ એક્ટિવા લઈને ખાત્રજ ચોકડી ખાતે આવેલા આશીર્વાદ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યાં એકાદ કલાક રોકાઈ નડિયાદ આવવા નીકળ્યા હતા.? ત્યાંથી નડિયાદ નજીક આવતા આ શખ્સની પાછળ એક વેગેનાર ગાડી આવી હતી. અમો દક્ષાબેનના બેન બનેવી છે તથા અન્ય એક ઈસમે પોતાની ઓળખાણ હિતેશભાઈ તરીકે આપી હતી. આ તમામે જણાવેલું કે તમે ગેસ્ટ હાઉસમાં એકાંત માણી આવ્યા છો તમે પોલીસ સ્ટેશન ચાલો તમારા પર કેસ કરવાના છે. તમારા નગ્ન ફોટા પણ અમારી પાસે છે. આ મામલો રફેદફે કરવો હોય તો ૨ લાખ ૫૦ હજાર આપો જેથી તુરંત ગુગલ પે દ્વારા થોડી રકમ અને બાકીની રકમ આંગડિયા દ્વારા મોકલી આપી હતી. જાેકે, તે બાદ પણ આ મહિલા અને તેના મળતિયાઓએ યેનકેન પ્રકારે અમદાવાદના આધેડ પાસેથી કોઈ કેસ નહીં કરવાના અને તેના ફોટા વાયરલ કરવાની તથા મહિલાએ ઝેર પીધું છે અને પ્રેગનેન્ટ છે તેવું જણાવી કટકે કટકે રૂપિયા ૧૦ લાખ ૩ હજાર પડાવી લીધા હતા. આ બાદ પણ ફોટા ડિલીટ કરવાના અને ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની તથા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વધારે ૫ લાખ રૂપિયાની માગણી કરવા માટે દબાણ કરવામાં આવતાં અંતે આ આધેડેધ પોલીસનો સહારો લીધો છે. આ મામલે ભોગ બનનાર આધેડેક દક્ષા, હિતેશ તથા દક્ષાના બેન તેમજ દક્ષાના બનેવી (તમામ રહે.નડિયાદ) સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.અમદાવાદના આધેડને મહિલા સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મિત્રતા કેળવી મહિલાએ આ આધેડના નગ્ન ફોટા મંગાવ્યા હતા અને એ બાદ આ ફોટાને વાયરલ કરવાની ધમકી આપી કટકે કટકે દસ લાખ ઉપરાંતની રકમ પડાવી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મહિલા અને તેના મળતીયાઓએ સમાધાન માટે વધુ રૂપિયા ૫ લાખ માંગતા અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આધેડે આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે મહિલા સહિત તેના બેન બનેવી અને અન્ય એક શખ્સ મળી કુલ ૪ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
