Gujarat

ભાડજ હરેકૃષ્ણ મંદિર દ્વારા શાહીબાગમાં રથયાત્રા કરવામાં આવી

અમદાવાદ
હરે કૃષ્ણ મંદિર ભાડજના સપ્તમ પાટોત્સવની ઉજવવનીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં શુક્રવાર તા.૨૯ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ભગવાન શ્રી શ્રી રાધા માધવના ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી શ્રી રાધા માધવને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યા હતા. ભગવાનના વૈભવ દ્રશ્ય જાેઈ સર્વે ભક્તો મનમોહિત થઇને હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરતા હતા. આ રથ યાત્રા પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે પણ કોરોનાના સંક્રમણના કારણે છેલ્લા બે વર્ષથી આ રથ યાત્રા રદ કરવામાં આવી હતી. આટલા વર્ષો પછી જ્યારે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું તો ભક્તોમાં ખુબ જ ઉત્સાહ જાેવામાં મળ્યો હતો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળીએ સંપૂર્ણ ઉત્સવને જગમગ કર્યો હતો. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક નિવાસીઓએ ભગવાનની આરતી કરી, તેમને ભિન્ન ભિન્ન પ્રકારના પુષ્પ, ભોગ અર્પણ કર્યા હતા. બધા ભક્તોએ ભગવાન શ્રી શ્રી રાધા માધવના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા.

Rathyatra-was-organized-by-Hare-Krishna-Temple.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *