Gujarat

અમદાવાદના એર કંડીશનરના ગોડાઉનમાંથી એસી ચોરી કરતા બે ચોર ઝડપાયા

અમદાવાદ
નરોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એર કંડીશનરના ગોડાઉનમાંથી ચોરી કરેલા ૧૫ એસી સાથે બે ચોર ઝડપાયા છે. આ બંને શખ્સ એસી ચોરી કરીને એસીને લઈ જવા રીક્ષા શોધતા હતા, આ દરમિયાન જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને પકડી લીધા હતા. ઘટનાની વિગતો મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નરોડામાં સુતરના કારખાના પાસે ૨ યુવકો ચોરી કરેલા એસીને લઈ જવા રીક્ષાની રાહ જાેઈ રહ્યા છે. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને સાચી પાલ અને મેહુલ મોરેન નામના આ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બંને આરોપી પાસેથી ૪.૬૦ લાખના ૧૫ એસી પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, સભ્ય પાલને ઘરેથી પોકેટ મની મળતી હતી તે ઓછી પડતી હતી, જેથી તેણે ચોરી કરી હતી. અન્ય આરોપી મેહુલ મોરે એસીની કંપનીમાં જ નોકરી કરતો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Two-thieves-caught-stealing-AC.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *