અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. પૂર્વ વિસ્તારમાં ૨ યુવકો ઝઘડતા હતા ત્યારે અન્ય યુવકને અથડાયા હતા, જેથી યુવકે બંનેને જાેઈને ચાલવાનું કહેતા ઝઘડી રહેલા યુવકોમાંથી એક યુવકે છરી કાઢીને યુવકના હાથમાં મારી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. અમરાઈવાડીમાં રહેતી કમલેશ વણઝારા બાપુનગરના સુંદરમનગર પાસે ઇંડાની લારી પર ઈંડા લેવા ગયો હતો. આ દરમિયાન ઇંડાની લારી પર ૨ યુવકો અંદરો અંદર ઝઘડતા હતા. કમલેશ બંનેને ઓળખતો નહતો. બંને યુવકો ઝઘડતા કમલેશ પાસે આવીને અથડાયા હતા, જેથી કમલેશે જાેઈને ચાલવાનું કહ્યું હતું. આટલું કહેતા એક યુવક કમલેશ પર ગુસ્સે થયો અને તેની પાસે રહેલું ચપ્પુ કાઢીને ડાબા હાથ પર ઘા મારી દીધો હતો. કામલેશને વાગતા બંને ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ ૧૦૮ બોલાવીને કમલેશને સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે કમલેશે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.


