Gujarat

અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ મત આપ્યો

અમદાવાદ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સમગ્ર દેશમાં અત્યારે કોંગ્રેસ કાર્યલાય પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે મતદાનની શરૂઆત થઈ છે. ૪૦૮ જેટલા ડેલીગેટ પ્રમુખ પદ માટે મતદાન કરી રહ્યા છે. કોંગ્રેસ ભવન ખાતે ૧૦ થી ૪ સુધી મતદાન યોજાશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રભારી રઘુ શર્મા,પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના સીનીયર નેતાઓએ મતદાન કર્યું છે.કોઈ પણ રાજકીય પક્ષમાં પ્રમુખ ચૂંટવા માટે મતદાન થતું નથી. માત્ર કોંગ્રેસ પક્ષમાં જ મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષમાં પણ ઘણા વર્ષો બાદ મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન બાદ પરિણામ જાહેર થતા કોંગ્રેસને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે. કોંગ્રેસમાં ચુંટણી સંગઠન અને મેમ્બશીપ બુથ લેવલે કર્યા બાદ કન્વીનર નિમાયા છે.તાલુકા જિલ્લા,પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ચુંટણીનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.આજે કોંગ્રેસના પ્રમુખની ચુંટણી છે અને ચુંટણીમાં જે પ્રદેશ ડેલીગેટ છે તે મતદાન કરી રહ્યા છે.કોંગ્રેસના પ્રમુખ માટે ૧૯ તારીખે પરિણામ આવશે. કોંગ્રેસના બંને ઉમેદવારોમાંથી પસંદગી પ્રમાણે મતદાન કરી રહ્યા છે. જે પણ અધ્યક્ષ આવશે આવનારા સમયમાં નિર્ધારિત કાર્યક્રમો કરવામાં આવશે. રઘુ શર્માએ જણાવ્યું હતું કે મે જે ઉમેદવારને પસંદ કર્યા તેમને મત આપ્યો છે.અત્યાર સુધી કોંગ્રેસમાં ૬ વાર ચુંટણી થઈ છે. પારદર્શક તરીકે ચુંટણી થઈ રહી છે.મતદાન માટે ૯૮૦૦ લોકોની સંખ્યા છે જે લોકો મતદાન કરી રહ્યા છે.આ દ્રશ્ય કોઈ બીજી પોલિટિકલ પાર્ટીમાં જાેવા નહિ મળે.ભાજપમાં ઇન્ટરનલ ડેમોક્રેટ નથી.પ્રધાનમંત્રી નક્કી કરે છે તેને અધ્યક્ષ બનાવવામાં આવે છે. આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાંથી ૪ લોકોને પોતાના એજન્ટ નીમ્યા છે. બાલુભાઈ પટેલ, ખુર્શીદ સૈયદ, બિમલ શાહ અને સંજય અમારાણી ખડગેના ચૂંટણી એજન્ટ નીમ્યા છે. તો શશી થરૂરે ગુજરાતમાં ૫ લોકોને પોતાના પોલિંગ એજન્ટ નીમ્યા છે. શશી થરૂરે ૨ મહિલા અને ૩ પુરુષ એજન્ટની પસંદગી કરી છે. જેમાં ચેતના પંડ્યા, ધરમ આંબલીયા, નિકુલ પટેલ, પરિશા જૈન અને પ્રેમકુમાર કટારીયાનો સમાવેશ થાય છે.

File-01-Page-34.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *