Gujarat

અમદાવાદમાં માસ્ક વિના ફરતા ૧૧૬૮ લોકો સામે કાર્યવાહી

અમદાવાદ
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો હવે બે હજારને પાર પહોંચ્યા છે એક સાથે સતત કેસો વધી રહ્યા છે ત્યારે લોકો હજી પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસ જાળવવામાં બેદરકાર જણાય છે. લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની પણ છે પરંતુ કોર્પોરેશનનું તંત્ર જાણે કામગીરી કરવા માટે દરેક વિભાગમાં ઉદાસીન હોય છે તેમ આ કામગીરીમાં પણ તેઓની નબળાઈ સામે આવી છે. ૧ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરી સુધીમાં માત્ર છ દિવસ જ તેઓએ અમદાવાદમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગરના લોકોનું ચેકિંગ કર્યું હતું. અમદાવાદના મધ્ય ઝોન એટલે કે કોટ વિસ્તાર જ્યાં સૌથી વધુ લોકો માત્ર વગર રખડતા હોય છે ત્યાં તેઓએ બે દિવસ તો ચેકિંગ જ નથી કર્યું અને તેઓને ૧૫થી વધારે એક પણ માસ્ક વગરનો વ્યક્તિ કોટ વિસ્તારમાંથી મળી આવ્યો નથી જેથી સ્પષ્ટ જણાય છે કે કોર્પોરેશનનું તંત્ર મધ્ય ઝોનમાં દરેક વખતે કામગીરીમાં નબળું થતું થયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ૧થી ૯ જાન્યુઆરીના રોજ ચેકિંગ કર્યું હતું. જ્યાં લોકો સૌથી વધુ માફ અને સોશિયલ ડિસ્ટન્સ વગર જાેવા મળ્યા હતા અને તેઓને દંડ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તાર એવા જમાલપુર, દરિયાપુર, કાલુપુર ખાડિયા, લાલ દરવાજા જેવા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓને સૌથી વધુ ૧૪ જેટલા જ લોકો માત્ર વગર મળ્યા હતા. મધ્ય ઝોનમાં આવતું ભદ્ર લાલ દરવાજા બજાર જ્યાં સૌથી વધુ લોકોની ભીડ થાય છે ત્યાં માસ્ક વગર ૧૦૦ જેટલા લોકો પણ મળી આવે છતાં પણ ત્યાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમો કાર્યરત નથી.રાજ્યમાં કોરોનાના કેસો બેફામ ગતિએ વધી રહ્યા છે અને અમદાવાદ શહેર હવે કોરોનાની ત્રીજી લહેરમાં ફરી એક વાત એપી સેન્ટર બન્યું છે ત્યારે શહેરમાં લોકો હજી પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસ જાળવતા નથી. કોરોનાની ગાઈડલાઈન નું પાલન કરાવવાની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કોરોનાના ગાઈડલાઈનના પાલનમાં નબળી કામગીરી સામે આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ૧ જાન્યુઆરીથી ૯ જાન્યુઆરીમાં ૬ દિવસ શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ જાળવવા અંગેની ચેકિંગ દરમ્યાન માત્ર ૧૧૬૮ લોકો જ નિયમનો ભંગ કરતા મળી આવ્યા હતાં. જેઓને રૂ. ૧૦૦૦નો દંડ કરી કુલ રૂ. ૧૧.૬૮ લાખ દંડ વસુલ કર્યો છે. રવિવારે લો-ગાર્ડન વિસ્તારમાં આવેલું ફ- સ્છઇ્‌ સોશિયલ ડિસ્ટનસને લઈ સીલ કરવામાં આવ્યું છે.

Only-44-people-were-found-walking-around-without-masks.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *