અમદાવાદ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૨ને રવિવારના રોજ શહીદ દિને સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને માન અર્પણ કરાયું હતું. આ માટે સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે.૩૦ જાન્યુઆરીના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે ૧૧ વાગે દેશભરમાં ૨ મિનિટનું મૌન દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ ૨ મિનિટ મૌન રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શાહીબાગ કમિશનર કચેરી ખાતે એડમીન જેસીપી અજય ચૌધરી, કંટ્રોલ ડીસીપી તથા અન્ય કર્મચારીઓ દ્વારા ૧૧ વાગે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું .૨ મિનિટનું મૌન રાખીને દેશ માટે શહીદ થયેલ લાડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે રવિવાર હોવાને કારણે અન્ય સરકારી કચેરીઓ બંધ છે પરંતુ પોલીસ કમિશનર કચેરી ખાતે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું.


